ઝિમ્બાબ્વે સામે પહેલી વન-ડેમાં જીત બાદ કેપ્ટન કે.એલ. રાહુલે જુઓ શું કહ્યું

PC: timesofindia.indiatimes.com

ભારતીય ટીમે ઝિમ્બાબ્વેના પ્રવાસની શરૂઆત જબરદસ્ત રીતે કરી છે. ભારતીય ટીમે પહેલી વન-ડે મેચમાં 10 વિકેટે જીત હાંસલ કરતા મેજબાન ટીમને ઘૂંટણીયે પાડી દીધી હતી. ઝિમ્બાબ્વેની ટીમ આ મેચમાં ક્યાંય આસપાસ પણ નજરે ન પડી. આ જીત બાદ કેપ્ટન કે.એલ. રાહુલે મોટી પ્રતિક્રિયા આપી હતી. ભારતીય ટીમના કેપ્ટન તરીકે કે.એલ. રાહુલની આ પહેલી જીત હતી. મેચ બાદ કે.એલ. રાહુલે કહ્યું કે, અમે ખૂબ ક્રિકેટ રમીએ છીએ અને ઇજા તેનો હિસ્સો રહેશે. રમતથી દૂર રહેવું હકીકતમાં મુશ્કેલ છે.

કે.એલ. રાહુલે આગળ કહ્યું કે, આ મુશ્કેલ સમય છે અને અમે બેંગ્લોરમાં મેં (મેં, કુલદીપ યાદવ અને દીપક ચાહર) સાથે કામ કર્યું. વિકેટમાં થોડી સ્વિંગ અને સીમ મૂવમેન્ટ પણ હતી, પરંતુ બોલરોને અનુશાસીત રહેતા અને એ વિકેટોને લેતા જોઈને સારું લાગ્યું. અમારામાંથી કેટલાક માટે ભારતીય ડ્રેસિંગ રૂમમાં પાછું આવવું ખૂબ સારું છે. એક ટીમના રૂપમાં અમે સારા ફોર્મમાં છીએ. એ જોઈને સારું લાગ્યું કે અમને બધાને ગેમનો પર્યાપ્ત સમય મળી રહ્યો છે. તેનાથી સારું લાગે છે. મેચ બાદ ઝિમ્બાબ્વેના કેપ્ટન રેગિસ ચકામ્બાએ કેટલીક મહત્ત્વની વાતોનો ઉલ્લેખ કર્યો.

સાથે જ આગામી મેચમાં મજબૂતી સાથે કમબેક કરવાની વાત કહી. તેણે મેચ બાદ કહ્યું કે, ભારતીય બોલરોએ વાસ્તવમાં ખૂબ જ સારી બોલિંગ કરી અને શરૂઆતથી જ અમારા પર દબાવ બનાવ્યો, જેના કારણે શરૂઆતી 4-5 ઓવરોમાં જ અમે ભટકી ગયા. રિચી (નગારવા) અને બ્રેડને અંતમાં અમને એ પાર્ટનરશિપ આપતા જોઈને સારું લાગ્યું. અમારે એક કે બે મોટી પાર્ટનરશિપ કરવાની જરૂરિયાત હતી, પરંતુ આજે એમ ન થયું. તેણે આગળ કહ્યું કે, અમારા બોલરોએ જરૂર પ્રયત્ન કર્યા, પરંતુ તેમણે ખૂબ જ સારી બેટિંગ કરી અને મેચ અમારાથી દૂર લઈ ગયા.

અમે આજે વાત કરીશું અને મજબૂતીથી શનિવારે થનારી આગામી મેચમાં સારા કમબેકનો પ્રયાસ કરીશું. હરારેમાં જીત સાથે જ ભારતે ઝીમ્બાબ્વે વિરુદ્ધ સતત 13મી વન-ડે જીતી હાંસલ કરી. એ પહેલા ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી વધુ વન-ડે મેચ સતત જીતી હતી. મેચની વાત કરવામાં આવે તો કે.એલ. રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝિમ્બાબ્વેએની ટીમ પહેલા બેટિંગ કરતા 40.3 ઓવરમાં માત્ર 189 રન જ બનાવી શકી હતી. 190 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આ લક્ષ્યને કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 30.5 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp