Video: પંડ્યા અને શમી વચ્ચે દેખાઇ દૂરી, BCCI ઇવેન્ટમાં દૂર દૂર દેખાયા બંને સ્ટાર

PC: freepressjournal.in

બેંગ્લોરમાં નવી નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)ના ઉદ્વઘાટનના અવસર પર હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી એક-બીજાથી દૂર-દૂર નજરે પડ્યા હતા. BCCIએ બંને ખેલાડીઓને આ કાર્યક્રમમાં આવવા માટે નિમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઘણા અધિકારી આ કાર્યક્રમ દરમિયાન બેંગ્લોરમાં નજરે પડ્યા હતી. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા BCCI અધ્યક્ષ રોજર બિન્ની સાથે નજરે પડ્યો હતો, તો મોહમ્મદ શમી તેનાથી ખૂબ દૂર ઊભો હતો.

બંને ખેલાડીઓ વચ્ચે ખટપટના સમાચાર ઘણા સમયથી સંભળાઇ રહ્યા છે અને આ વીડિયોમાં પ્રતિત થતા દેખાઇ રહ્યું છે કેમ કે બંનેએ એક-બીજા તરફ જોવાનું પણ ઉચિત ન સમજ્યું. કથિત રૂપે હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી વચ્ચે સંબંધ સારા નથી. વર્ષ 2022 અને વર્ષ 2023માં બંને ગુજરાત ટીમના હિસ્સો હતા અને શમીએ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં આ ટીમ માટે IPL રમી પણ હતી. જો કે, વર્ષ 2024ની સીઝન અગાઉ હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ (GT) છોડીને મુંબઇ ઇન્ડિયન્સ (MI) સાથે જોડાઇ ગયો હતો.

થોડા મહિના અગાઉ મોહમ્મદ શમીએ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યાએ તેની ફિલ્ડિંગમાં થયેલી ભૂલ માટે ખૂબ તીખી પ્રતિક્રિયા આપી હતી. શમીએ સાર્વજનિક રૂપે હાર્દિકના આ વ્યવહાર પ્રત્યે પોતાની નારાજગી જાહેર કરી હતી અને કહ્યું હતું કે તેણે આ પ્રકારની પ્રતિક્રિયા આપવી જોઇતી નહોતી. તો IPL 2024માં હાર્દિક પંડ્યાના ખરાબ પ્રદર્શન બાદ શમીએ તેની નિંદા કરી હતી. હાર્દિક પંડ્યાનું IPL 2024માં કેપ્ટન અને ખેલાડી તરીકે ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. હાર્દિક પંડ્યા હવે બાંગ્લાદેશ વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ માટે રમતો નજરે પડશે તો મોહમ્મદ શમી ઇજામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક અગાઉ શમી આ રણજી સીઝનમાં બંગાળ માટે રમતો નજરે પડશે. બેંગ્લોરમાં નવા NCAના ઉદ્વઘાટનના અવસર પર BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ હાજર હતા અને લાંબા સમયથી BCCI સાથે જોડાયેલા છે અને તેઓ આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર પણ રહી ચૂક્યા છે. નવા NCAનો શુભારંભ BCCI અધ્યક્ષ રોજર બિન્નીએ કર્યો હતો અને આ અવસર પર જય શાહ, રાજીવ શુક્લા સિવાય BCCIના ઘણા અધિકારી હાજર હતા. બેંગ્લોરમાં નવા NCAનું નામ બદલીને BCCI સેન્ટર ઓફ એક્સિલેન્સ કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp