પંડ્યાની સામે BCCIએ રાખી શરત, ટીમમાં વાપસી માટે કરવું પડશે આ કામ

PC: assettype.com

હાલમાં જ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયેલા હાર્દિક પંડ્યાના નામનો વિચાર ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ટીમ માટે કરવામાં આવ્યો નહીં. જાણ થઈ કે હાર્દિક પંડ્યાની ફિટનેસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જરૂરિયાતો અનુસાર નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં માટે પહેલા તેણે આ એક કામ કરવાનું રહેશે. ત્યાર બાદ જ દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલૂ વનડે સીરિઝ માટે તેના નામ પર વિચાર કરવામાં આવશે.

જોકે, BCCIએ જસપ્રીત બુમરાહ અને રિદ્ધિમાન સાહાને ઘરેલૂ ક્રિકેટ રમવાની ના પાડી હતી. આ બંને ખેલાડીને રણજી ટ્રોફી મેચ રમવાની ના પાડવામાં આવી હતી.

પંડ્યાએ નહીં આપી બોલિંગ ટેસ્ટઃ

પંડ્યાએ બોલિંગ માટેની ટેસ્ટ નહીં આપી હતી, જે પીઠની ઈજાથી વાપસી કરનારા બોલરે આપવી જરૂરી હોય છે. વડોદરાના આ 26 વર્ષીય ક્રિકેટરે દાવો કર્યો હતો કે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેના બીજા ચરણ માટે ફિટ થઈ જશે પણ BCCIના એક સૂત્રએ કહ્યું કે તે પંડ્યાનું વ્યક્તિગત આંકલન છે.

BCCIની આ છે શરતઃ

જો હાર્દિક પંડ્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી વાપસી કરવી હોય તો તેણે સૌથી પહેલા વડોદરા માટે ઓછામાં ઓછી એક ઘરેલૂ મેચ રમવાની રહેશે. ત્યાર બાદ જ દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલૂ વનડે સીરિઝ માટે તેના નામ પર વિચાર રાખવામાં આવશે.

BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, હાર્દિકને લાગ્યુ કે તે ફિટ થઈ ગયો છે. પણ તેના ટ્રેનર રજનીકાંતના દાવાઓથી ઉલટુ તે ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો છે. આ યો-યો ટેસ્ટ નહોતી. પણ બોલિંગ ફિટનેસ માટેની ટેસ્ટમાં તે ફેલ થઈ ગયો.

હવે એવી ખબર ચાલી રહી છે કે, પંડ્યા ક્રિકેટના મેદાનમાં વાપસી હવે સીધી IPLમાં કરશે. જે 29 માર્ચથી શરૂ થઈ રહી છે. હાર્દિક પંડ્યાની વાપસીમાં હજુ 2 મહિનાનો સમય લાગી શકે છે. મતલબ કે પંડ્યા ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ થનારી ભારત અને સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝમાંથી પણ બહાર થઈ શકે છે. આફ્રિકા સામેની ભારતીય ટીમની 3 મેચોની વનડે સીરિઝ માર્ચમાં IPL પહેલા થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp