હાર્દિક પંડ્યાએ સેલેરીની બાબતે ધોનીને પાછળ છોડ્યો, વિરાટની કરી બરાબરી

PC: outlookindia.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022મા આ વખત 10 ટીમો જોડાશે. અમદાવાદ અને લખનૌ એમ બે નવી ટીમ જોડાય રહી છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ IPL 2022 માટે 2 ખેલાડીઓને ભારે ભરકમ રકમ આપીને ટીમમાં સામેલ કર્યા છે. હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને ટીમ તરફથી 15-15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મેગા ઓક્શન પહેલા 2 નવી ટીમ અમદાવાદ અને લખનૌ પોતાની સાથે 3-3 ખેલાડીઓને જોડી શકશે. 8 જૂની ટીમોએ કુલ 27 ખેલાડીઓને રિટેઇન કર્યા છે.

અમદાવાદે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યા છે તો શુભમન ગિલને 7 કરોડ રૂપિયા આપવામાં આવશે. IPL 2021ની વાત કરીએ તો હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ 11 કરોડ જ્યારે રાશિદ ખાનને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પાસેથી 9 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રીતે હાર્દિક પંડ્યાને 4 જ્યારે રાશીદ ખાનને 6 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. શુભમન ગિલને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ગત સીઝનમાં 1.8 કરોડ રૂપિયા આપ્યા હતા. અમદાવાદે તેને 7 કરોડ રૂપિયામાં સામેલ કર્યો છે.

 

તેને પણ લગભગ 5 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વખત IPL ટ્રોફી અપાવનારા મહેન્દ્ર સિંહ ધોનીને ટીમે માત્ર 12 કરોડ રૂપિયા આપ્યા છે. રવીન્દ્ર જાડેજાને સૌથી વધારે 16 કરોડ રૂપિયા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મળી રહ્યા છે. આ રીતે સેલેરીની બાબતે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન ધોનીથી આગળ નીકળી ગયા છે. વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે એટલે કે સેલેરીની બાબતે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન વિરાટ કોહલી બરાબર પહોંચી ગયા છે.

હાર્દિક પંડ્યા સેલેરીની બાબતે મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ સાથી ખેલાડીઓ જસપ્રીત બૂમરાહ, કાયરન પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવથી ઘણો આગળ નીકળી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બૂમહારને 12 કરોડ રૂપિયામાં રિટેઇન કર્યો છે. સૂર્યકુમાર યાદવને 8 કરોડ રૂપિયામાં જ્યારે કાયરન પોલાર્ડને 6 કરોડ રૂપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે રિટેઇન કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 5 વખત IPL ટ્રોફી પર કબજો કર્યો છે પરંતુ તેની ગત સીઝન ખરાબ રહી અને તે IPLની ક્વાલિફાયર સુધી પહોંચી શકી નહોતી.

હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો તેને સૌથી પહેલા વર્ષ 2015મા મુંબઈ ઈન્ડિયન્સે 10 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો એટલે કે 7 વર્ષમાં તેની સેલેરી વધીને 15 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. હાલની સીઝનમાં તેને અમદાવાદ ટીમનો કેપ્ટન બનાવી શકાય છે. 12 અને 13 ફેબ્રુઆરીના રોજ IPL 2022 માટે મેગા ઓક્શન થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp