ધોનીના IPLના આ રેકોર્ડ તોડવા ખૂબ જ મુશ્કેલ છે

PC: zenfs.com

IPL2020 ટુર્નામેન્ટનું એલાન થતા જ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. ક્યાં વર્ષમાં કઈ ટીમ વિજેતા થઈ એ ચર્ચાથી લઈને પ્લેયર્સના રેકોર્ડ સુધીની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. પણ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્રસિંહ ધોનીનું નામ દુનિયાના મહાન બેટ્સમેનની યાદીમાં હજું પણ યથાવત છે. આ સિવાય પણ બેસ્ટ વિકેટકિપરની યાદીમાં પણ તે પ્રથમ ક્રમે રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ધોનીના નેતૃત્વમાં શાનદાર પર્ફોમન્સ કર્યું છે. માત્ર બેટિંગ લાઈન જ નહીં પણ વિકેટકિપિંગમાં પણ ધોનીએ મોટા રેકોર્ડ બનાવ્યા છે. 'કેપ્ટન કુલ' તરીકે દુનિયા એને ઓળખે છે. પરંતુ, IPL ટુર્નામેન્ટના પણ કેટલાક એવા રેકોર્ડ છે જે તોડવા કોઈ ખેલાડી માટે સરળ નથી.

સૌથી વધારે મેચ જીતનારો કેપ્ટન

ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપરકિંગ્સે ત્રણ વખત IPL ટાઈટલ્સ જીત્યા છે. વર્ષ 2007માં T20 વિશ્વકપ, 2011માં વિશ્વકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ધોનીએ IPL ટુર્નામેન્ટમાં પોતાની ટીમને 104 મેચ જીતાડી છે. સૌથી વધારે મેચ જીતવાનો એક કેપ્ટન તરીકે એમનો રેકોર્ડ રહ્યો છે. 99 મેચ ચેન્નઈ સુપરકિંગ્સ માટે અને 5 મેચ રાઈઝિંગ પૂણે માટે જીતેલા છે.

અંતિમ ઓવરમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન

IPL ટુર્નામેન્ટમાં ધોનીએ અંતિમ ઓવરમાં સૌથી વધારે રન બનાવ્યા છે. છેલ્લી ઓવરમાં રન બનાવવાનો એક બેટ્સમેન તરીકે એનો રેકોર્ડ રહ્યો છે. IPLમાં અત્યાર સુધીમાં 190 મેચ રમ્યા છે. જેમાં માહીએ અંતિમ ઓવરમાં સૌથી વધારે કુલ 564 રન બનાવ્યા છે.

પાંચ અલગ અલગ બેટિંગ ક્રમે અડધી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન

ધોની IPL ટુર્નામેન્ટમાં અલગ અલગ ક્રમે બેટિંગ કરી અડધી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. ધોનીએ 3,4,5,6 અને 7 આ તમામ નંબર્સ પર બેટિંગ કરી અડધી ફટકારી છે.

 

IPLમાં સૌથી વધારે ખેલાડીઓને આઉટ કરનાર વિકેટકિપર

કેપ્ટન કુલ બેટિંગની સાથે પોતાની વિકેટકિપિંગને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. IPL ટુર્નામેન્ટમાં વિકેટકિપિંગ કરતા 132 ખેલાડીઓને તેણે આઉટ કર્યા છે. જેમાંથી 94 ખેલાડીઓને વિકેટની પાછળથી કેચ કરીને આઉટ કરી દીધાનો રેકોર્ડ છે. જ્યારે 38 ખેલાડીઓને સ્ટંપ આઉટ કર્યા છે.

સૌથી વધારે IPL ફાઈનલ રમનારા ક્રિકેટર

ધોનીએ એક કેપ્ટન તરીકે સૌથી વધારે IPL ફાઈનલ રમ્યા છે. 9 ફાઈનલ મેચમાં તેણે બેસ્ટ પર્ફોમન્સ કર્યું છે. ધોનીએ 8 વખત ચેન્નઈ સુપરકિંગ્સ માટે અને 1 વખત રાઈઝિંગ પૂણે માટે IPL ફાઈનલ રમેલી છે. આ સિવાય તે સૌથી વધારે IPL મેચ રમનારો કેપ્ટન પણ રહ્યો છે. તેણે ચેન્નઈ સુપરકિંગ્સ માટે 160 અને રાઈઝિંગ પૂણે માટે 14 મેચ રમ્યા છે. આ સિવાય IPLમાં સૌથી વધારે સ્ટંપિંગ કરવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. 11મી સીઝનમાં ધોનીએ 38 ખેલાડીઓને સ્ટંપ આઉટ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp