26th January selfie contest

BCCIએ કરી સ્પષ્ટતા, માત્ર આ શરતો પર રમીશું પાકિસ્તાન સાથે ક્રિકેટ

PC: hindustantimes.com

પાકિસ્તાન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર વસીમ ખાને ભારતની સાથે ક્રિકેટમાં ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે બીજીવાર રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જે અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે (BCCI)એ સ્પષ્ટ કરી દીધુ છે કે, તે પાકિસતાનની સાથે ત્યારે જ ક્રિકેટ રમશે જ્યારે બંને દેશો વચ્ચેની રાજકીય મુશ્કેલીઓ દૂર થશે. આ અંગે BCCIએ જણાવ્યુ હતુ કે, આપણે એ સમજવું જોઈએ કે, અમને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવામાં કોઈ જ મુશ્કેલી નથી. પરંતુ, અમે નથી ઈચ્છતા કે તેને કારણે બંને દેશોની સરકારની વચ્ચે કોઈ તકલીફ ઊભી થાય. એકવાર બંને દેશો વચ્ચે બધુ બરાબર થઈ જાય તો સારું છે.

આ અગાઉ પાક બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર વસીમ ખાને ભારત-પાકિસ્તાન સંબંધો પર વાત કરતા કહ્યુ હતુ કે, અમે તેમને હંમેશાં અમારી સાથે રમવા માટે કહેતા રહીએ છીએ, પરંતુ એક એવી સ્થિતિ પણ બનવી જોઈએ જ્યાં તેઓ અમને રમવા માટે કહે. મને લાગે છે કે અમારે એવુ કરવાની જરૂર છે. એ દુઃખદ છે કે અમે એમની વિરુદ્ધ નથી રમી રહ્યા પરંતુ જીવન હંમેશાં ચાલતુ રહે છે. આપણે તેનાથી આગળ વધવાની જરૂર છે. અમે હંમેશાં ભારત સામે રમવાની રાહ ન જોઈ શકીએ. અમારું ધ્યાન પાકિસ્તાન ક્રિકેટને વિકસિત કરવા અને અમારી ટીમ તેમજ ખેલાડીઓને ઈન્ટરનેશનલ સ્તર પર ઘણી સફળતા અપાવવા પર છે.

વસીમ ખાનની આ પ્રતિક્રિયા પર BCCIના ઓફિશિયલે કહ્યુ હતુ કે, બંને દેશો વચ્ચે ફરીથી ક્રિકેટ રમાતા પહેલા વસીમ ખાને એકવાર પાકિસ્તાન બોર્ડની હાલની પોઝીશન જોવી જોઈએ.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp