IPL ઓક્શન: આ ગુજરાતી ક્રિકેટરની બેઝ પ્રાઇઝ ભારતીય ક્રિકેટરોમાં છે સૌથી ઊંચી

PC: IPLT20.com

નવી દિલ્હીઃ આગામી 18મી ડિસેમ્બરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2019માં હરાજી થવાની છે. આઇપીએલ 2019ની આ 12 સિઝન માટેની બોલી હશે. આમાં ગુજરાતી ક્રિકેટર પર સૌથી વધુ નજર રહેશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગન (IPL) સીઝન 12 માટેનું ઓક્શન 18 ડિસેમ્બરે થવાનું છે. આ ઓક્શનમાં એક ગુજરાતી ક્રિકેટર પર બધાની નજર રહેશે અને આ ક્રિકેટર છે જયદેવ ઉનડકટ. જયદેવ ઉનડકટને IPLની 11મી સીઝનમાં સૌથી વધુ કિંમતે ખરીદવામાં આવ્યો હતો. છેલ્લી સીઝનમાં તેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ હતી પરંતુ રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેથી આ સીઝનમાં પણ જયદેવ ઉનડકટ પર સૌની નજર રહેશે. આ વર્ષે પણ જયદેવ ઉનડકટની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ છે.

IPLની 11મી સીઝનમાં જયદેવ ઉનડકટે 44.18ની સરેરાશથી 15 મેચમાં 11 વિકેટ લીધી હતી. જેમાં 46 રન આપીને ૩ વિકેટ તેનું બેસ્ટ પરફોર્મન્સ હતું. આ ઉપરાંત IPLની 10મી સીઝનમાં તેણે કુલ 24 વિકેટ લીધી હતી.

આગામી 18 ડિસેમ્બરે થનારા IPL ઓક્શનમાં 346 ખેલાડીઓની હરાજી થશે જેના માટે 1,003 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અંતિમ ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ 8 ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા શોર્ટલિસ્ટ જમા કરાવ્યા બાદ તૈયાર કરવામાં આવ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp