ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી મેચમાં બદલાઈ જશે ભારતની પ્લેઈંગ XI, આ ફેરફાર થઇ શકે છે

PC: icc-cricket.com

ઝિમ્બાબ્વેના વિરૂદ્ધ બીજી વન-ડે ક્રિકેટ મેચમાં ભારતીય ટીમ શનિવારે મેદાન પર ઉતરશે, તો કેપ્ટન કેએલ રાહુલ આ જ આશા કરી રહ્યા હશે કે, તેમને બેટ્સમેન માટે જરૂરી પ્રેક્ટિસ મળી શકે. બંને ટીમોના પ્રદર્શનમાં એટલું અંતર છે કે, આ સીરિઝ પૂરી રીતે એકતરફી થઇ ગઈ છે.

રાહુલ કરી શકે છે આગામી મેચમાં ઓપનિંગ

ભારતીય ટીમનો લક્ષ્ય ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો રહેશે, જેથી બેટિંગ માટે સમય મળી શકે. ઉછળતી પીચ અને ઝડપી હવાઓથી બેટ્સમેન માટે પડકાર સરળ નહીં રહેશે. ઝિમ્બાબ્વેની પાસે જિમ્મી એન્ડરસન અને જોશ હેઝલવુડ જેવા બોલર્સ નથી પણ હાલાતનો સામનો કરવો ભારતીય ટીમ માટે પડકારરૂપ રહેશે. દીપક ચાહરે પહેલા મેચના પછી કહ્યું હતું કે, બીજા સત્રમાં બોલર્સને ખાસ મદદ નથી મળી શકી, પણ પહેલા કલાકના ખેલમાં બેટ્સમેન માટે સરળ ન હતું.

એશિયા કપ માટે તૈયારી છે જરૂરી

એશિયા કપમાં શાહિન શાહ આફ્રિદી જેવા બોલર્સના રમવા પહેલા ભારતીય ટીમ માટે બેટિંગ જરૂરી છે. પહેલા મેચમાં શિખર ધવન અને શુભમન ગિલ સાથે ઇનિંગની શરૂઆત ચાલુ રાખતા કેપ્ટન રાહુલે નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપ્યો, પણ હવે એશિયા કપથી પહેલા બેટ્સમેન રાહુલને પણ રંગતમાં પાછું આવવું પડશે, તેમને પહેલા જ બોલથી આક્રમણની રણનીતિને તરત જ સ્વીકારવી પડશે. ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ વિરુદ્ધ રાહુલ માટે આ સુવર્ણ તક છે.

ટીમમાં થઇ શકે છે આ ફેરફારો

તેમજ દીપક હુડ્ડાને બેટ્સમેન ક્રમમાં મેદાન પર ઉતરશે તો તેનો આત્મવિશ્વાસ વધશે. સંજૂ સેમસન જો ચોથા નંબર પર આવશે તો ઇનિંગના સૂત્રધારની ભૂમિકા નિભાવી શકે છે. કાર્યવાહક કોચ વીવીએસ લક્ષ્મણની નજાર પહેલી સીરિઝ જીતવા અને તેના પછી ટીમમાં સંયોજનમાં પ્રયોગ પર રહેશે. ધવનની ખભામાં લાગેલી ઇજા ગંભીર રહેતી તો ઈશાન કિશન અને રાહુલનો રાઈટ-લેફ્ટ સંયોજનના ઇનિંગની શરૂઆત માટે જબરદસ્ત રહેશે. દિપક ચાહરે સતત 7 ઓવર ફેંકી, જે સા સંકેત છે કે, તે કાર્યભાર મેનેજમેન્ટમાં સફળ થઇ રહ્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણા પણ વિવિધતાઓ લાવવા ઇચ્છશે, જ્યારે મોહમ્મદ સિરાજની નજાર વિકેટ પર રહેશે.

ઝિમ્બાબ્વે સીરિઝ માટે ભારતીય ટીમ:

કે એલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજૂ સેમસન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, શાહબાઝ અહમદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp