WTC ફાઇનલમાં કેન વિલિયમસન આ કારણે ન રમે તેવી સંભાવના

PC: thesportsrush.com

ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ડાબી કોણીમાં ઇજા થવાના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, જેથી ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ પહેલા આરામ મળી શકે. જોકે એક રિપોર્ટ મુજબ કેન વિલિયમસનનું ફાઇનલ પહેલા ફિટ થવું મુશ્કેલ લાગી રહ્યું છે. ડાબા હાથનો બેટ્સમેન ટોમ લાથમ 10 જૂનથી શરૂ થતી ટેસ્ટમાં વિલિયમસનની જગ્યાએ કેપ્ટની કરશે. પ્લેઇંગ ઇલેવનમાં વિલિયમસનની જગ્યાએ વિલ યંગ લેશે.

કોચ ગેરી સ્ટીડે કહ્યું કે કેટલાક સમયથી કેન વિલિયમસન પરેશાન હતો. કેન માટે સરળ નિર્ણય નહોતો, પરંતુ આ જ નિર્ણય છે. આ નિર્ણય ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. અમને વિશ્વાસ છે કે તે 18 જૂનથી થનારી મેચ સુધીમાં ફિટ થઈ જશે. જો એમ ન થયું તો આ ન્યૂઝીલેન્ડ માટે મોટો ઝટકો હશે. ICC તરફથી પહેલી વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટોમ લાથમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ પહેલા કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે કેન વિલિયમસન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમશે. અમે સાવધાનીના રૂપમાં તેને આરામ આપ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પહેલા તેનું ફિટ થવું જરૂરી છે.

ડાબા હાથનો ફાસ્ટ બોલર નીલ વેગનર, ટિમ સાઉદી અને કાઈલ જેમિસનને આરામ આપવા બાબતે તેણે કહ્યું કે અમારી નજર ફાઇનલ પર છે, જે અમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ મેચ છે. તેમાં અમારે એવું પ્રદર્શન કરવાનું છે, જેના પર અમને ગર્વ થાય. અમે 11 કે 12 તારીખે નિર્ણય લઈશું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 18 જૂનથી સાઉથહેમ્પટનમાં રમાશે. હાલની ટેસ્ટ રેન્કિંગ મુજબ ભારતીય ટીમ 121 રેટિંગ પોઇન્ટ સાથે નંબર-1ની ખુરશી પર રહેલી છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ 119 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.

ન્યુઝીલેન્ડની ટીમ બર્મિંઘમમાં જીત મેળવે છે તો તેના 124 રેટિંગ પોઈન્ટ થઈ જશે અને તે નંબર-1 ટીમ બની જશે. તો ભારતીય ટીમ બીજા નંબર પર સરકી જશે. જોકે ન્યૂઝીલેન્ડની ટીમ બીજી ટેસ્ટમાં કેટલાક મોટા ખેલાડીઓને આરામ આપી શકે છે. એવામાં ઇંગ્લેન્ડનું પલડું ભારે રહેશે. હવે જોવાનું એ રહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ફિટ થઈ જાય છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp