વિરાટે ખરેખર ટ્રેન અકસ્માત માટે દાન કર્યા 30 કરોડ? જાણો શું છે હકીકત

PC: timesofindia.indiatimes.com

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત રૂવાટા ઊભા કરી દેનારો રહ્યો. આ અકસ્માત એટલો મોટો રહ્યો કે તેની ગણતરી ભારતના સૌથી મોટા રેલ અકસ્માતમાં થવા લાગી. તેનું કારણ છે તેમાં મૃતકો અને ઇજાગ્રસ્તોની સંખ્યા. લંડનથી વિરાટ કોહલીએ પણ ટ્વીટ કરીને આ મોટા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને હવે એવા સમાચાર વહેતા થયા છે કે, તેણે આ ટ્રેન અકસ્માતના રીલિફ ફંડમાં દાન પણ કર્યું છે, પરંતુ સવાલ એ છે કે શું તેમાં કોઈ હકીકત છે?

શું હકીકતમાં વિરાટ કોહલીએ ઓરિસ્સા ટ્રેન અકસ્માત માટે મદદનો હાથ વધારતા રૂપિયા દાન કર્યા છે? અને જો કર્યા છે તો કેટલા? તો આવો આ આખા મામલે તપાસ કરીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે આ સમાચારોમાં કેટલો દમ છે. એવા સમાચાર છે કે વિરાટ કોહલીએ ઓરિસ્સા રેલ અકસ્માતના રીલિફ ફંડમાં 30 કરોડ રૂપિયા દાન કર્યા છે. હવે પહેલી વસ્તુ કે એવું અમે જરાય કહી રહ્યા નથી. આ વાતો સોશિયલ મીડિયા પર સામે આવી છે, પરંતુ શું છે કે દરેક વખત સોશિયલ મીડિયા પર જે ખબરો હોય છે, તે એવી હોતી નથી જે આપણને દેખાય છે. એટલે આ ખબરને પણ પચાવી શકવું મુશ્કેલ થઈ રહ્યું છે.

ભલે સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરમાં વિરાટ કોહલીને મોટો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે મોટો ખેલાડી છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેના રૂપિયા દાન કરનારા સમાચારોમાં કોઈ હકીકત નથી. એક તો તેના કોઈ પૂરતા અને યોગ્ય પુરાવા નથી. ન તો તેની તરફથી તેના પર કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે ટ્વીટ કરવામાં આવ્યું છે. અહી સુધી કે કોઈ સત્તાવાર નિવેદન પણ મળ્યું નથી, જે એવો દાવો કરે છે કે વિરાટ કોહલીએ એવું કંઈક કર્યું છે.

બરાબર એવા જ સમાચાર મહેન્દ્ર સિંહ ધોનને લઈને પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે તે મહિલા પહેલવાનો સાથે છે અને જરૂરિયાત પડવા પર તે પોતાના મેડલ પરત કરી દેશે, પરંતુ આ સમાચારોની પણ જ્યારે અમે તપાસ કરી તો પરિણામ કંઈ ખાસ ન મળ્યું. સોશિયલ મીડિયા પર ધોની સાથે જોડાયેલા એવા સમાચારોમાં પણ દમ નથી. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ IPL ફાઇનલ બાદ મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવી છે અને તેની સાથે જોડાયેલી હકીકત બસ એટલી છે કે તે હાલમાં પોતાની ઈજામાંથી બહાર આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp