17 મહિના પછી ટીમ ઈન્ડિયાની સિલેક્ટર્સની ખૂલી આંખ-અંબાતી રાયડૂ અંગે કહી આ વાત

PC: dnaindia.com

ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂને 2019ના વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. હવે આ અંગે પૂર્વ ભારતીય બોલર અને હાલના સિલેક્ટર દેવાંગ ગાંધીએ ચુપ્પી તોડી છે. દેવાંગ ગાંધઈએ 2019 વર્લ્ડ કપમાં અંબાતી રાયડૂને સિલેક્ટ ન કરવાના નિર્ણયને એક મોટી ભૂલ ગણાવી છે અને કહ્યું છે કે વર્લ્ડ કપમાં સ્ટાર બેટ્સમેન રાયડૂનો બહિષ્કાર કરવો અનુચિત હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા દેવાંગ ગાંધીએ કહ્યું હતું કે, હા, રાયડૂને ટીમમાં ન લેવાની એક ભૂલ કરી હતી પરંતુ અમે પણ માનવી છીએ. તે સમયે અમને લાગતુ હતું કે અમે સાચું સમીકરણ બનાવ્યું છે. પરંતુ પાછળથી અમે મહેસૂસ કર્યું કે રાયડૂની ઉપસ્થિતિથી ટીમને મદદ મળી શકતે.

ખરેખરમાં, વર્લ્ડ કપ દરમિયાન ભારત માટે માત્ર એક દિવસ ખરાબ હતો અને એ જ કારણ છે કે રાયડૂની અનુપસ્થિતિ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. દેવાંગ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, તે એક મેચ સિવાય, ભારતે વર્લ્ડ કપમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. હું રાયડૂના ગુસ્સાને સમજી શકું છું અને તેનું રિએક્શન પણ વ્યાજબી હતું. જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2019 દરમિયાન અંબાતી રાયડૂની જગ્યાએ ટીમમાં વિજય શંકરને સામેલ કરવામાં આવ્યો હતો. વિજય શંકરના સિલેક્શન દરમિયાન સિલેક્ટર્સે કહ્યું હતું કે તેને ટીમમાં 3ડી પ્લેયરની તલાશ હતી જેની પર અંબાતી રાયડૂની ચૂટકી લેતા ટ્વીટ કર્યું હતું કે, તેઓ વર્લ્ડ કપ જોવા માટે 3ડી ચશ્મા લઈ આવ્યો છે. અંબાતી રાયડૂએ IPL 2020માં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. રાયડૂએ 12 મેચમાં 359 રન બનાવ્યા છે.

વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ મુકાબલામાં ન્યૂ ઝીલેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં ભારતને ફરીથી જીત માટેનું દાવેદાર માનવામાં આવી રહ્યું હતું. પરંતુ સેમીફાઈનલ મુકાબલામાં પહેલા 3 બેટ્સમેન જલદીથી આઉટ થઈ જતા આખી ટીમ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા પાસે નંબર 4 પર રમનારો કોઈ સ્થાયી બેટ્સમેન ન હતો, આથી વિજય શંકર પર વિશ્વાસ મૂક્યો હતો. પોતાની પસંદગી ના થવા પર રાયડૂએ સિલેક્ટર્સ પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો અને તે સમયે પોતાના રિયારમેન્ટની જાહેરાત કરીને રાયડૂએ સિલેક્ટર્સ પર તંજ કસ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp