ફરી ઓસ્ટ્રેલિયામાં ભારત સાથે દગો, જૈસવાલની વિકેટ પર ગાવસ્કર પણ અમ્પાયર પર ગરમ

PC: BCCI

ફરીએકવાર ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં દગો થયો છે. યશસ્વી જૈસવાલને આઉટ આપવા પર મોટી બબાલ થઈ છે. 208 બોલનો સામનો કરતા યશસ્વીએ 84 રન બનાવ્યા હતા. યશસ્વીને પેટ કમિન્સે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે યશસ્વી જે રીતે આઉટ થયો તેના પર સવાલ ઉઠ્યા હતા. મેદાન પરના અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો ન હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે DRS લીધા બાદ થર્ડ અમ્પાયર શરાફુદ્દૌલા (બાંગ્લાદેશ)એ નિર્ણયને પલટી નાખ્યો હતો.

રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે,  સ્નિકો મીટર પર કોઈ સ્પાઇક જોવા મળ્યું નહોતું, પરંતુ બાંગ્લાદેશી અમ્પાયર શરાફુદ્દૌલાએ ડિફ્લેક્શનના આધારે નિર્ણયને પલટી નાખ્યો હતો. હવે સવાલ એ છે કે જ્યારે ત્રીજા અમ્પાયરને સંપૂર્ણ ખાતરી ન હતી, તો તેણે ઓનફિલ્ડ અમ્પાયર સાથે જવું જોઈતું હતું.

થર્ડ અમ્પાયરના નિર્ણયથી સુનીલ ગાવસ્કર ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા. ગાવસ્કરે કહ્યું કે જો ટેક્નોલોજીનો ઉપયોગ કરવો હોય તો આવા નિર્ણયો કેમ આપવામાં આવે છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચને ઓસ્ટ્રેલિયાએ જીતીને સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. એકસમયે મેચ ડ્રો કરી લઈશું એવું લાગતું હતું પણ ભારતીય ટીમે ફરીએકવાર ફેન્સને નિરાશ કર્યા હતા. આ હાર બાદ ફરીએકવાર રોહિત શર્મા પર સવાલો ઉઠ્યા હતા. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, મેચ જીતવા માટે તમે જે કરવા આવ્યા છો તે કરી શકતા નથી ત્યારે માનસિક રીતે પરેશાન થઈ જવાય છે. આ તદ્દન નિરાશાજનક છે.

મેચ જીતવાના રસ્તાઓ હોય છે અને અમે અહીં મેચ જીતવાના રસ્તાઓ શોધવામાં નિષ્ફળ ગયા. અમે અંત સુધી લડવા માગતા હતા પણ કમનસીબે અમે તેમ કરી શક્યા નહીં.

રોહિતે વધુમાં કહ્યું કે, અમે 90 રનમાં ઓસ્ટ્રેલિયાની છ વિકેટ પાડી દીધી હતી. અમે જાણતા હતા કે અમારા માટે પણ વસ્તુઓ સરળ નહીં હોય પરંતુ અમે મુશ્કેલ સંજોગોમાં પણ જુસ્સો બતાવવા માગતા હતા.

જોકે અમે આમ કરવામાં નિષ્ફળ ગયા. હું મારા રૂમમાં ગયો પછી વિચારતો હતો કે આપણે એક ટીમ તરીકે બીજું શું કરી શક્યા હોત. અમે જે પણ તકો બનાવી છે તે અમે વેડફી નાખી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સખત સંઘર્ષ કર્યો. ખાસ કરીને છેલ્લી વિકેટ માટે તેમની ભાગીદારીએ મેચ અમારાથી છીનવી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp