જસપ્રીત બૂમરાહ માટે કોણ છે સૌથી મુશ્કેલ બેટ્સમેન? જાણો શું આપ્યો જવાબ

PC: BCCI

જસપ્રીત બૂમરાહને મેદાન પર તેના પરફેક્ટ યોર્કર અને કસેલી બોલિંગ માટે ઓળખવામાં આવે છે, તે મેદાન પર જેટલી ચતુરાઇથી બોલિંગ કરે છે એટલી જ ચતુરાઇથી મેદાન બહાર સવાલોના જવાબ પણ આપે છે. હાલમાં જ તેને એક ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું કે, દુનિયામાં એવો કયો બેટ્સમેન છે જેની સામે તેને બોલિંગ કરવામાં મુશ્કેલી પડે છે? જસપ્રીત બૂમરાહે તેનો એવો જવાબ આપ્યો કે કરોડો ફેન્સનું દિલ જીતી લીધું છે. ચાલો તો આગળ જાણીએ કે જસપ્રીત બૂમરાહે આ સવાલનો શું જવાબ આપ્યો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જસપ્રીત બૂમરાહ કહે છે કે, ‘જુઓ હું એક સારો જવાબ આપવા માગું છું, પરંતુ સાચી વાત એ છે કે હું નથી ઇચ્છતો કે મારા મનમાં કોઇ મારા પર હાવી થઇ જાય કેમ કે જાહેર રૂપે હું દરેકનું સન્માન કરું છું, પરંતુ પોતાના મગજમાં હું પોતાને કહું છું જે જો હું પોતાનું કામ કરું છું તો ઠીક છે, દુનિયામાં કોઇ પણ નથી જે મને રોકી શકે. એટલે હું પ્રતિદ્વંદ્વીની જગ્યાએ પોતાને જોઉ છું, એટલે જો મને લાગે છે કે દરેક વસ્તુ પર મારું નિયંત્રણ છે અને જો હું પોતાને સૌથી સારી તક આપું છું તો બાકી બધુ ઓટોમેટિક થઇ જશે.

જસપ્રીત બૂમરાહે વધુમાં કહ્યું કે, બેટ્સમેન પાસે એ શક્તિ છે કે તે મારાથી સારો થઇ જશે અને તે મારાથી સારો છે એટલે હું એવું ઇચ્છતો નથી. 2016માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ડેબ્યૂ કરનાર જસપ્રીત બૂમરાહે પોતાની ધારદાર બોલિંગના દમ પર ભારતીય ક્રિકેટમાં એક અલગ મુકામ હાંસલ કર્યું છે. તે હાલના સમયમાં ભારતે ટીમનો કોહિનૂર છે. ફોર્મેટ ભલે કોઇ પણ હોય, ભારતીય ટીમને દરેક મોટી મેચમાં આ બોલરની જરૂરિયાત પડે છે.

હાલમાં જ થયેલા T20 વર્લ્ડ કપમાં પણ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં જસપ્રીત બૂમરાહની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ટૂર્નામેન્ટમાં તેણે 15 વિકેટ લીધી હતી, તો દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલ મેચમાં તેણે પોતાની છેલ્લી 2 ઓવરમાં ખૂબ શાનદાર બોલિંગ કરી હતી. તેને ટૂર્નામેન્ટમાં આ શાનદાર પરફોર્મન્સ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp