કેએસ ભરત કે કેએલ રાહુલ, WTC ફાઇનલમાં કોને મળવી જોઈએ તક? શાસ્ત્રીએ જણાવ્યું

PC: india.com

ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ભારતીય બેટ્સમેન ક્રમને મજબૂત કરવા માટે કેએસ ભરતની જગ્યાએ કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવો જોઈએ. કેએલ રાહુલે શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં શાનદાર હાફ સેન્ચ્યૂરી સાથે ફોર્મમાં પાછા આવવાના સંકેત આપી દીધા. સાથે જ તેણે વિકેટ કીપિંગ કરતા એક શાનદાર કેચ પણ પકડ્યો. બીજી તરફ, કેએસ ભરત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ખરાબ બેટિંગ અને વિકેટકીપિંગના કારણે ટીકાઓનો શિકાર થયો. તે ચાર ટેસ્ટ મેચો દરમિયાન પોતાની બેટિંગથી પણ ફેન્સને પ્રભાવિત ના કરી શક્યો.

શાસ્ત્રીએ ઓવલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ WTC ફાઇનલ મેચ માટે રાહુલના કમબેકનું સમર્થન કર્યું. શાસ્ત્રીએ મુંબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વનડે મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા કહ્યું- રાહુલે WTC ફાઇનલ પહેલા સિલેક્ટર્સની મુશ્કેલીઓ બનાવી રાખવા માટે ખરેખર સારું કામ કર્યું છે. બે બાબતો હું કહેવા માંગીશ, એક વનડે સીરિઝ માટે જ્યારે રોહિત શર્મા પાછો આવે અને બીજી તરફ WTC ફાઇનલ માટે.

શાસ્ત્રીએ કહ્યું- જો રાહુલ વિકેટકીપિંગ કરી શકે છે તો ભારત પોતાની બેટિંગ લાઇનઅપને મજબૂત કરી શકે છે. રાહુલ ઇંગ્લેન્ડમાં મધ્યક્રમમાં નંબર પાંચ અથવા નંબર છ પર બેટિંગ કરી શકે છે. ઇંગ્લેન્ડમાં તમારે વિકેટની ઘણી પાછળથી વિકેટકીપિંગ કરવાની હોય છે. તેમા સ્પિનરો પાસે વધુ બોલિંગ નથી કરાવતા, તેમજ વધુ ટર્નની આશા પણ નથી હોતી. રાહુલની પાસે IPL પહેલા વધુ બે વનડે છે. તે ભારતીય ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી શકે છે.

રાહુલે ઓસ્ટ્રેલિયા પર ભારતની પાંચ વિકેટની જીતમાં પ્રેશરમાં શાનદાર 75 રન બનાવ્યા. ભારત ત્રણ મેચોની સીરિઝમાં 1-0થી આગળ છે. 189 રનના લક્ષ્યનો પીછો કરતા, ભારત 16/3 અને બાદમાં 39/4 પર હતું, પરંતુ રાહુલે 91 બોલમાં નોટઆઉટ ઈનિંગ દરમિયાન સાત ચોગ્ગા અને એક છગ્ગો માર્યો. તેણે રવીન્દ્ર જાડેજા (અણનમ 45) સાથે છઠ્ઠી વિકેટ માટે 108 રનની અતૂટ ભાગીદારી કરી. આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાને 188 રન પર ઓલઆઉટ કરી દીધુ.

સ્ટેન્ડ-ઇન કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો અને પહેલા ફીલ્ડિંગનો નિર્ણય લીધો. મોહમ્મદ શમી (3/17) અને મોહમ્મદ સિરાજ (3/29) ના નેતૃત્વમાં ભારતીય બોલર્સોએ વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને માત્ર 35.4 ઓવરોમાં સમેટી લીધી. મિચેલ માર્શે 65 બોલમાં 81 રનની ઇનિંગ રમી. ડેવિડ વોર્નર આ મેચમાં નહોતો રમ્યો. તેની જગ્યાએ માર્શે ઓપનિંગ કર્યું હતું. આ ઉપરાંત, કેપ્ટન સ્ટીવ સ્મિથ સહિત બાકી કોઈ ખેલાડી યોગદાન આપવામાં સફળ ના રહ્યો.

રાહુલે અત્યારસુધી 47 ટેસ્ટમાં 33.44ની સરેરાશથી 2642 રન બનાવ્યા છે. તેમા સાત સદી અને 13 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં છેલ્લી 10 ઇનિંગ્સમાં રાહુલ 125 રન બનાવી શક્યો છે. તેમજ, કેએસ ભરતે ચાર ટેસ્ટમાં અત્યારસુધી 20.2ની સરેરાશથી 101 રન બનાવ્યા છે. તેનો હાઇએસ્ટ સ્કોર 44 રનનો રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp