26th January selfie contest

IPLમા અધવચ્ચેથી જ રોહિત-કોહલી-ધોનીના આ 4 ખેલાડી ચાલ્યા જશે

PC: google.com

ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટીમની કમાન કેન વિલિયમ્સનને સોંપવામાં આવી છે. તો ટ્રેન્ટ બોલ્ટ, કાઈલ જેમિસન અને મિચેલ સેન્ટનર પણ ન્યૂઝેલન્ડની ટીમમાં સામેલ છે. સીરિઝની પહેલી ટેસ્ટ 2 જૂનથી લોર્ડ્સમાં રમાશે. યુનાઈટેડ કિંગ્ડમ (UK)ની કોરોના ગાઈડલાઇન મુજબ ભારતથી આવનારા લોકોને ઓછામાં ઓછા 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. તેનો અર્થ એ છે કે ન્યુઝીલેન્ડના આ 4 ખેલાડી IPL ફાઇનલ સહિત બધી નોકઆઉટ મેચ મિસ કરી શકે છે.

તેનાથી મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), સનરાઇઝર્સ હૈદરાબાદ (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ઝટકો લાગી શકે છે. કેન વિલિયમ્સન સનરાઇઝર્સ હૈદરાબાદ અને ટ્રેન્ટ બોલ્ટ મુંબઈની ટીમનો મહત્ત્વના ભાગ છે. ગત સીઝનમાં ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બૂમરાહની જોડીએ મુંબઇને પાંચમું ટાઇટલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કાઈલ જેમિસનને આ વર્ષે  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. નોક આઉટ રાઉન્ડની શરૂઆત 25 મેથી થશે, જ્યારે ફાઇનલ મેચ 30 મેના રોજ રમાશે.

ન્યુઝીલેન્ડે પહેલા જ ભારતમાં ટ્રાવેલ કરવા પર બેન લગાવી રાખ્યું છે. એવામાં IPL રમવા ભારત આવેલા ખેલાડીઓને લઈને ન્યુઝીલેન્ડ સરકાર રિસ્ક નહીં લેવા માંગે. ન્યુઝીલેન્ડ સરકાર પોતાના ખેલાડીઓને પૂરી સુરક્ષા સાથે ક્યાંક ટ્રાવેલ કરવાની મંજૂરી આપશે. 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પણ થવાની છે. તેની તૈયારી માટે ન્યુઝીલેન્ડ માટે ઈંગ્લેન્ડ સીરિઝ મહત્ત્વની હશે. એવામાં ન્યુઝીલેન્ડના ખેલાડી પણ પૂરી રીતે સાવધાની રાખવા માંગશે.

મિચેલ સેન્ટનર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રેગ્યુલર ભાગ નથી. તેને આ સીઝનમાં ટીમ એક સ્પિન ઓલરાઉન્ડર તરીકે જગ્યા આપી શકે છે. IPL ઓક્શન 2021નો બીજો મોંઘો ખેલાડી 6 ફૂટના જેમિસનને આવનારા સમયનો શાનદાર ઓલરાઉન્ડર માનવામાં આવી રહ્યો છે. ફાસ્ટ બોલિંગ સાથે સાથે તે લોઅર ઓર્ડરમાં મોટા શૉટ પણ લગાવી શકે છે.

UK માટે હાલની ટ્રાવેલ ગાઈડલાઇન કંઈક આ પ્રકારે છે:

  • ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ વ્યક્તિએ બે કોરોના ટેસ્ટ કરાવવા પડશે.
  • વ્યક્તિ જ્યાં રોકાઇ હશે, ત્યાં તેને ઓછામાં ઓછા 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.
  • UKએ જે જગ્યાઓ પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે એ દેશોમાંથી વ્યક્તિને આવવાની મંજૂરી નથી. જોકે ભારત આ લિસ્ટમાં નથી.

આ બધા નિયમ સમય મુજબ બદલાતા રહેશે. ન્યુઝીલેન્ડના ખેલાડી હાલમાં IPL માટે ક્વોરેન્ટાઇનમાં જ છે. એવામાં જોવાનું એ રહ્યું કે શું ઇંગ્લેન્ડનો સ્વાસ્થ્ય વિભાગ બાયો બબલથી બબલ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp