દુનિયાનો એકમાત્ર બોલર જેણે વર્લ્ડકપની મેચ રમ્યા વિના વનડેમાં લીધી સૌથી વધુ વિકેટ

PC: hindustantimes.com

કોઈપણ ખેલાડી માટે વર્લ્ડ કપમાં મેચ રમવી કોઈપણ ખેલાડી માટે સપનું સાચું થવું માનવામાં આવે છે. પણ વર્લ્ડ ક્રિક્રેટના ઈતિહાસમાં અમુક એવા ખેલાડીઓ પણ થયા છે, જેમને વર્લ્ડ કપમાં મેચ રમવાની તક તો ન મળી, પણ પોતાના ક્રિકેટ કરિયરમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં સફળ રહ્યા છે. આવા જ એક ક્રિકેટર છે ઈરફાન પઠાણ. ઈરફાન પઠાણ દુનિયાના એકમાત્ર એવા બોલર છે જેમણે વર્લ્ડ કપમાં એકપણ મેચ રમી નથી, પણ 150થી વધારે વિકેટ વનડેમાં લેવામાં સફળ રહ્યા છે. ઈરફાન પઠાણ આ રીતનો કમાલ કરનારા દુનિયાના એકમાત્ર ખેલાડી છે, જેમણે વર્લ્ડ કપની એકપણ મેચ રમ્યા વિના વનડેમાં સૌથી વધારે વિકેટ લીધી છે.

2007માં વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ હતા, પણ કોઈ મેચ રમી શક્યા નહીં

ઈરફાન પઠાણે પોતાના વનડે કરિયરમાં 120 મેચ રમીને 173 વિકેટ લેવામાં સફળ રહ્યા છે. વનડે કરિયરમાં 2007 વર્લ્ડ કપમાં ઈરફાન પઠાણને ભારતીય ટીમમાં રમવાની તક મળી હતી. રાહુલ દ્રવિડની કેપ્ટન્સીમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને પહેલા જ સ્ટેજમાં ભારતીય ટીમ બહાર થઇ ગઇ હતી. ભલે ઈરફાન પઠાણ વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, પણ તે એક પણ મેચ રમી શક્યો નહોતો.

વનડે વર્લ્ડકપમાં ન રમ્યા, પણ ટી20 વર્લ્ડ કપમાં રહ્યા હતા ટીમનો હિસ્સો

ભલે વનડે વર્લ્ડકપમાં ઈરફાન પઠાણને ભારતીય ટીમ તરફથી રમવાની તક ન મળી હોય, પણ 2007 ટી20 વર્લ્ડકપ, 2009 અને 2012માં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં પઠાણ ભારત તરફથી રમ્યા હતા.

ઈરફાન પઠાણનું કરિયર

ઈરફાન પઠાણે કરિયરમાં 120 વનડે, 24 ટી20 ઈન્ટરનેશનલ અને 29 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેમણે વનડેમાં 173 વિકેટ અને 1544 રન બનાવ્યા છે. ટી20માં 28 વિકેટ અને 172 રન અને આ ઉપરાંત ટેસ્ટમાં 100 વિકેટ અને 1105 રન બનાવવામાં સફળ રહ્યા છે. ઈરફાનના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક સદી પણ સામેલ છે.

જણાવી દઇએ કે, ઈરફાન પઠાણે આ વર્ષે જાન્યુઆરી માં ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણને સ્વિંગનો કિંગ પણ કહેવામાં આવે છે. ફાસ્ટ બોલર ઈરફાને 2003માં ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ઓવલમાં ભારત તરફથી પદાર્પણ કર્યું હતું. ત્યારે ઈરફાન માત્ર 19 વર્ષનો હતો. તે વધારે ફાસ્ટ બોલિંગ નહોતો કરતો. પણ સ્વિંગ કરવાની તેની પ્રાકૃતિક ક્ષમતાને કારણે તેને સફળતા મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp