VIDEO: પંતે એક હાથથી ફટકાર્યો સિક્સર, બોલર પણ જોતો રહી ગયો

PC: bcci.tv

પંતે એક હાથથી ફટકાર્યો સિક્સર, બોલર પણ જોતો રહી ગયો

ટીમ ઇન્ડિયાએ ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં વેસ્ટઇન્ડીઝને 6 વિકેટથી હરાવીને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. ટીમ ઇન્ડિયાની આ જીતમાં શિખર ધવનની સાથે રિષભ પંત હીરો બનીને ચમક્યો હતો. બંનેએ શાનદાર ઇનિંગનું પ્રદર્શન કરીને ભારતને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંને થોડાં સમયથી લયમાં ન હતા પરંતુ ટીમને મુશ્કેલીના સમયમાં જીત અપાવીને બંનેએ પોતાની કાબેલિયત સિદ્ધ કરી હતી.


આ મેચમાં બેટિંગ દરમિયાન રિષભ પંત જ્યાર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે એવો સિક્સર ફટકાર્યો જેને જોઈને દર્શકોની સાથે કમેન્ટેટર પણ દંગ રહી ગયા હતા. ભારતની ઇનિંગની 13મી ઓવરની છેલ્લી બોલ પર કાયરન પોલાર્ડની બોલ પર પંતે લોંગ ઓનની દિશામાં એક જ હાથે જબરદસ્ત સિક્સર ફટકાર્યો હતો. પંતના આ વન હેન્ડેડ સિક્સરને જોઈને પોલાર્ડ પણ દંગ રહી ગયો હતો.

Rishab Pant's one-handed SIX In his slot, in his arc and off the middle of his bat. Sample that for a one-handed maximum #INDvWI

Posted by Indian Cricket Team on Sunday, November 11, 2018

રિષભ પંતે પોતાની T20 કરિયરની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારતા 38 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં પંતે 3 સિક્સર અને 5 બાઉન્ડ્રી ફટકારી હતી. આ સાથે જ પંત રોહિત શર્મા પછી T20માં હાફ સેન્ચૂરી ફટકારનાર ભારતનો બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ 2007માં સાઉથ આફ્રિકા સામે સૌથી ઓછી ઉંમરમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.

ભારત તરફથી T20માં હાફ સેન્ચુરી ફટકારનાર સૌથી યુવા ખેલાડી

રોહિત શર્મા - 20 વર્ષ 143 દિવસ - 50* રન (સાઉથ આફ્રિકા વિરુદ્ધ, 2007મા)

રિષભ પંત - 21 વર્ષ 38 દિવસ - 58 રન (વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ, 2018મા)

રોબીન ઉથપ્પા - 21 વર્ષ 307 દિવસ - 50 રન (પાકિસ્તાન વિરુદ્ધ 2007મા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp