સૌથી વધુ ઉંમર ધરાવતો પ્રવિણ તાંબે આ કારણે IPL 2020માં કોલકાતા તરફથી નહીં રમી શકે

PC: catchnews.com

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન માટે ખેલાડીઓની હરાજીમાં સૌથી વધુ ઉંમરના ખેલાડી તરીકે ઇતિહાસ રચનારા પ્રવિણ તાંબેને આ ટૂર્નામેન્ટમાં રમવાનું મુશ્કેલ બની ગયું છે. તેની કોઈ ગેરેંટી નથી કે તેઓ IPL 13 માં ભાગ લઈ શકશે કે નહીં. પ્રવીણ તાંબેને અભિનેતા શાહરૂખ ખાનની માલિકીની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા તેની બેઝ પ્રાઇસ પર 20 લાખમાં ખરીદ્યો હતો.

પ્રવીણ તાંબે પર IPL 13 માં ભાગ લેવાને લઈને સંકટ એટલા માટે છે કારણ કે તેણે ગયા વર્ષે અબુધાબી અને શારજાહમાં ટી 10 લીગમાં ભાગ લીધો હતો. તાંબેએ આ ટૂર્નામેન્ટમાં હેટ્રિક પણ લીધી હતી અને તેણે જે બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો તેમાં મોર્ગન, કેરોન પોલાર્ડ અને ફેબિયન એલન જેવા ખેલાડીઓ સામેલ હતા. એટલું જ નહીં, આ ત્રણ ઉપરાંત તેણે ક્રિસ ગેલ અને ઉપુલ થરંગાને પણ આઉટ કર્યા હતા. આ મેચમાં તાંબેએ 2 ઓવરમાં 15 રન આપીને 5 વિકેટ લીધી હતી.

BCCIના નિયમો અનુસાર ભારતનો કોઈ પણ કરાર કરનાર ખેલાડી વિશ્વની કોઈપણ ટી 10 અથવા ટી 20 લીગમાં ભાગ લઈ શકશે નહીં. મિડ-ડે રિપોર્ટ અનુસાર IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે એમ પણ કહ્યું છે કે BCCI સાથે કરાર કરાયેલ કોઈપણ ખેલાડી વિશ્વમાં ક્યાંય પણ યોજાનારી ટી 10 અથવા ટી 20 લીગમાં ભાગ લઈ શકતો નથૂ. આવા ખેલાડીઓ વન ડે, ત્રણ દિવસીય અથવા ચાર દિવસીય મેચોમાં ભાગ લઈ શકે છે, પરંતુ આ માટે તેમને રાજ્યના સંઘો અથવા BCCIની પરવાનગી લેવી પડે છે. અમે તાંબેનો કેસ જોઈ રહ્યા છીએ. પટેલે જણાવ્યું હતું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવશે અને ત્યારબાદ જ તાંબે અંગે નિર્ણય લેવામાં આવશે. પ્રવીણ તાંબે આ પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમ તરફથી IPL પણ રમી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp