IPLમાં તેવતિયાના છગ્ગાઓએ યુવરાજને ડરાવી દીધેલો, જાણો શા માટે કહ્યું આભાર!

PC: indiatvnews.com

શારજાહ કિક્રેટ સ્ટેડિયમમાં રવિવારની રાતે રનોની એટલી વર્ષા થઇ કે  IPLમાં રેકોર્ડ બની ગયો. પહેલા બેટિંગ માટે ઉતરેલી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે 223 રન બનાવી વિચાર્યું નહીં હોય કે તેણે થોડા જ કલાકોમાં હારનો સામનો કરવો પડશે.

શારજાહના નાના ગ્રાઉન્ડ પર જેનો ડર હતો, તે જ થયું. નાની બાઉન્ડ્રીનો બેટ્સમેનોએ ખૂબ ફાયદો ઉઠાવ્યો અને છગ્ગાઓનો વરસાદ કરી દીધો. 27 વર્ષના રાહુલ તેવતિયાને કેપ્ટન સ્ટીવ સ્મિથે ચોથા સ્થાને મોકલ્યો હતો. શરૂઆતમાં તેવતિયાની ખૂબ જ ધીમી બેટિંગ રહી હતી. પણ જ્યારે તેણે પોતાના અસલ રંગ દેખાડવાનો શરૂ કર્યો તો કિંગ્સ ઈલેવન પંજાબના હોશ ઉડી ગયા.

છેલ્લી 3 ઓવરોમાં 51 રનની જરૂરત રાજસ્થાન રોયલ્સને હતી. હરિયાણાના હરિકેન તેવતિયા 23 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો હતો અને ત્યાંથી જ તેણે મેચમાં પાસો પલટી દીધો. તેવતિયાએ શેલ્ડન કોટ્રેલની બોલિંગના 18મી ઓવરમાં છગ્ગાઓનો વરસાદ કરી દીધો. તેણે 5 છગ્ગા(6,6,6,6,0,6) લગાવીને મેચનું આખું સમીકરણ જ બદલી નાખ્યું.

મેચ જોઈ રહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ ધુરંધર યુવરાજ સિંહે પણ તેવતિયાની આ ઈનિંગ જોઇ ટ્વીટર પર પ્રતિક્રિયા આપી હતી. તેવતિયાએ સતત 4 બોલ પર 4 છગ્ગા લગાવ્યા હતા. જ્યારે પાંચમી બોલનો વારો હતો તો તેવતિયા ચૂકી ગયો હતો. ત્યારે જ યુવરાજ સિંહે ટ્વીટ કરીને લખ્યું, મિસ્ટર રાહુલ તેવતિયા...ના ભાઈ ના!! એક બોલ મિસ કરવા પર તમારો આભાર. વાત એ છે કે, તેવતિયાની આ ઈનિંગ જોઈ યુવરાજને તેનો 13 વર્ષ જૂનો 6 છગ્ગાનો રેકોર્ડ યાદ આવ્યો હતો.

યુવરાજ સિંહે 2007માં સાઉથ આફ્રિકામાં રમાયેલા પહેલા ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં દરેક 6 બોલ પર 6 છગ્ગા ફટકાર્યા હતા. ક્રિકેટની દુનિયામાં અત્યાર સુધીમાં આ પ્રકારનો કારનામો ઘણીવાર જોવા મળ્યો છે. તેવતિયાએ જો એક બોલને મિસ ન કરી હોત તો તે પણ આ લિસ્ટમાં સામેલ થઇ જાત.

ખેર, રાહુલ તેવતિયાની એક ઓવરમાં 5 છગ્ગાના સહારે રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 4 વિકેટથી હરાવી IPLમાં સૌથી વધારે રન ચેઝ કરી પોતાનો જ 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp