ગાડી તારો ભાઈ ચલાવશે... કરોડોની કાર છોડીને બસ ડ્રાઈવર બન્યો રોહિત, વીડિયો વાયરલ

PC: hindustantimes.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ જીતના ટ્રેક પર ફરતા જ ટીમના ખેલાડી પણ જોશમાં આવી ગયા છે, મુંબઇએ સતત 3 મેચોમાં મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને હરાવી દીધી છે. તો હવે ટીમની આગામી આજે મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે થશે. IPLમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે મેચને એક ક્લાસિકો નામથી પણ ઓળખવામાં આવે છે.

ટૂર્નામેન્ટની આ મોટી મેચ અગાઉ મુંબઈની ટીમ બસથી જ્યારે પોતાની હોટલ પહોંચી તો રોહિત શર્માએ સ્ટેયરિંગ સંભાળી લીધું. જ્યારે બસથી ટીમના સભ્ય નીચે ઉતરી રહ્યા હતા તો રોહિત શર્માએ ડ્રાઈવરની સીટ પર જઈને સ્ટેયરિંગ સંભાળી લીધી. રોહિત શર્માનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ દરમિયાન રોહિતે પોતાના ફોનથી વીડિયો અને ફોટો પણ લીધા.

સોશિયલ મીડિયા પર રોહિત શર્માનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ મજેદાર કમેન્ટ પણ લખી રહ્યા છે. IPLની 17મી સીઝનમાં રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી સંભાળી રહ્યો નથી. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. તેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ હોબાળો થયો અને મુંબઈની મેચમાં હાર્દિક પંડ્યાની હૂટિંગ પણ કરવામાં આવી, પરંતુ હવે જ્યારે ટીમ પોતાના લયમાં આવી ચૂકી છે તો એવું લાગી રહ્યું છે કે મુંબઈની ટીમમાં બધ સારું થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા આ લીગના સૌથી સફળ કેપ્ટન્સમાંથી એક છે. રોહિતની કેપ્ટન્સીમાં જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 5 ટ્રોફી જીતી છે. મુંબઈ સિવાય માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સની એક એવી ટીમ છે, જેણે 5 વખત IPL ટ્રોફી જીતવાનું કારનામું કર્યું છે. એવામાં હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે હાર્દિક પણ રોહિત શર્માની જેમ અપાર સફળતા અપાવે. આ અગાઉ પણ રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રોહિત શર્મા ટીમ બસમાં નહીં, પરંતુ અનંત અંબાણીની કારમાં સ્ટેડિયમ સુધી જતો નજરે પડી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp