શું વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિન રમશે? કેપ્ટન રોહિત શર્માએ કહી આ વાત
વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઇ રહી છે. ભારતમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થવા જઇ રહ્યું છે. તેને લઇ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ ટીમમાં ભારતના શ્રેષ્ઠ ઓફ સ્પિનર અશ્વીનને સિલેક્ટ કરવામાં આવ્યો નથી. જોકે, અક્ષર પટેલની ઈંજરી અશ્વિન માટે સારી ખબર સાબિત થઇ શકે છે. કેપ્ટન રોહિત શર્માએ ક્લિઅર કહ્યું કે ઓફ સ્પિનર માટે વર્લ્ડ કપના દરવાજા હજુ પણ બંધ થયા નથી.
અક્ષર પટેલની ફિટનેસ
એશિયા કપમાં ઈન્જર્ડ થયેલા અક્ષર પટેલની ફિટનેસને લઇ ભારતીય કેપ્ટને કહ્યું કે, મને અક્ષરની ઈંજરીને લઇ લાગે છે કે તે એક અઠવાડિયા કે 10 દિવસમાં રિકવર થઇ જશે. મને નથી ખબર. અમારે એ જોવાનું રહેશે કે ઈંજરી કેટલો સમય લે છે. અમુક ખેલાડીઓ જલ્દી રિકવર થઇ જાય છે અને હું આશા કરું છું કે અક્ષરની સાથે પણ આવું જ થાય. હું એ બાબતને લઇ આશ્વસ્ત નથી કે તે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી બે વનડે મેચમાં રમી શકશે કે નહીં.
શ્રેયસ અય્યર ફિટ છે કે નહી?
કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ અય્યરની ફિટનેસને લઇ પણ વાત કરી. તેણે કહ્યું કે, શ્રેયસ એશિયા કપની ફાઇનલ મેચ માટે અવેલેબલ નહોતો. કારણ કે તેના માટે અમુક પેરામીટર નક્કી કરવામાં આવ્યા હતા, જે તેણે પૂરા કરવાના હતા. મને લાગે છે કે ઘણી હદ સુધી તે અમુક વસ્તુઓને પૂરી કરવામાં સફળ પણ રહ્યો છે. હું હાલમાં એ કહી શકું છું કે તે 99 ટકા ફિટ છે. તે ફિટ દેખાઇ રહ્યો છે અને તેણે ઘણાં કલાકો બેટિંગ અને ફીલ્ડિંગ કરી છે. મને નથી લાગતું કે શ્રેયસની ફિટનેસ કોઇ ચિંતાની વાત છે.
શું અશ્વિનને મળશે વર્લ્ડ કપમાં તક?
એશિયા કપ 2023નું ટાઇટલ જીત્યા પછી કેપ્ટન રોહિત શર્માએ રવિચંદ્રન અશ્વિનના વર્લ્ડ કપમાં રમવાના ચાન્સને લઇ મોટું નિવેદન આપ્યું છે. રોહિતે પ્રેસ કોન્ફરેંસમાં કહ્યું કે, એક સ્પિન ઓલરાઉન્ડર તરીકે અશ્વિન હજુ પણ લાઇનમાં છે. હું સતત તેની સાથે ફોન પર વાત કરી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે, અશ્વિનનો રેકોર્ડ ભારતીય ધરતી પર ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે અને વર્લ્ડ કપમાં અશ્વિન ટીમ ઈન્ડિયા માટે હુકમનો એક્કો સાબિત થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp