ધોનીના સંન્યાસ લેવા અંગે સચિને આપ્યું સ્ટેટમેન્ટ

PC: dnaindia.com

વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં હાર બાદ ફરીએકવાર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસની ખબરોને લઇને ચર્ચા થઇ રહી છે. જો કે ધોનીના સંન્યાસને લઇને દિગ્ગજ ખેલાડી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે ચુપ્પી દોડી દીધી છે. ધોનીને સંન્યાસ લઈ લેવો જોઇએ કે નહીં તે અંગે સચિને પોતાની સીધી પ્રતિક્રિયા કોઇ નથી આપી.

સચિને ધોનીના સંન્યાસ અંગે કહ્યું હતું કે, આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને આ નિર્ણયને મામલે ધોનીને એકલો છોડી દેવો જોઇએ. સાથે જ સચિને કહ્યું હતું. ક્રિકેટને અલવિદા કહેવું ધોનીની અંગત પસંદ છે.

એક ટીવી ચેનલ સાથે વાત કરતા સચિન તેંદુલકરે કહ્યું હતું કે, આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને ધઓનીના તેમના અંગત નિર્ણય પર છોડી દેવો જોઇએ, કારણ કે લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં ધોનીનું સ્પેશિયલ કરિયર છે. આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. બધાને ધોનીને તેની સ્પેસ આપવી જોઇએ અને તેમનું સન્માન કરવું જોઇએ. બધાને અફવા ફેલાવવાને બદલે ભારતીય ક્રિકેટને ધોની તરફથી આપવામાં આવેલા યોગદાનનું સન્માન કરવું જોઇએ.

વધુમાં સચિને કહ્યું હતું કે, કેટલા ખેલાડીઓનું આવું કરિયર હોય છે? ધોનીનું કરિયર સ્પેશિયલ રહ્યું છે. લોકો પ્રત્યે જે સમર્થન અને વિશ્વાસ છે, તે તેમના યોગદાનને કારણે જ છે. લોકોને હજુ વિશ્વાસ હતો કે તે રમતને સમાપ્ત કરી શકે છે. જ્યાં સુધી તે આઉટ નહોતો થયો, ત્યાં સુધી રમત પૂરી નહોતી થઇ.

ધોનીને સાતમા નંબરે બેટિંગ માટે મોકલવાનો નિર્ણય સચિને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, ધોનીને જલદી ન મોકલવો બહુ મોટી ભૂલ હતી. અહિંયા સવાલ ઉઠે છે કે, આવી વિષમ પરિસ્થિતિમાં શું ધોનીને તેના અનુભવને જોતા ઉપરના ક્રમે નહોતો મોકલવો જોઇતો. ઇનિંગના અંતમાં તે જાડેજાને સમજાવતા રહ્યા અને સ્થિતિ પર નિયંત્રણ રાખ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp