શાહિદ આફ્રિદીએ ગૌતમ ગંભીરને લઇને કહી આ વાત, શેર કર્યો પોતાનો શાનદાર અનુભવ

PC: twitter.com

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો વચ્ચે રાઇવલરીને ફેન્સ જોવાનું પસંદ કરે છે. હાલના દિવસોમાં બંને ટીમો વચ્ચે જ્યારે કોઇ મેચ થાય છે તો વ્યૂઅરશિપના બધા રેકોર્ડ તૂટી જાય છે. તો ઓન ફિલ્ડ ખેલાડી ભારતના હોય કે પાકિસ્તાનના પોતાની આખી તાકત લગાવી દે છે. કતરમાં થઇ રહેલી લિજેન્ડ્સ ક્રિકેટ લીગ ક્રિકેટના ઘણા દિગ્ગજ હિસ્સો લઇ રહ્યા છે. જેમાં ફેન્સ શાહિદ આફ્રિદી અને ગૌતમ ગંભીર જેવા ખેલડીઓને ફરી એક વખત રમતા જોઇ શકે છે અને આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓની હસી મજાક કરતા તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

એશિયા લાયન્સના કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્લ્ડ જાયન્ટ્સ વિરુદ્ધ 16 માર્ચના રોજ રમાયેલી મેચ અગાઉ વાતચીત કરતા પૂર્વ ભારતીય ખેલાડી અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર સાથે મેદનમાં થયેલી ગરમાગરમી અને સંબંધને લઇને ખૂલીને વાત કરી. ટૂર્નામેન્ટમાં એશિયા લાયન્સ અને ઇન્ડિયા મહારાજાસ વચ્ચે એક મેચ દરમિયાન અબ્દુલ રજ્જાકનો બૉલ ગૌતમ ગંભીરના હેલમેટ પર લાગ્યો હતો, જેના પર શાહીદ આફ્રિદી તરત જ ગૌતમ ગંભીર પાસે ગયો અને તેની હાલત પૂછે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Legends League Cricket (@llct20)

આ સંદર્ભમાં શાહિદ આફ્રિદીએ કહ્યું કે, અમે બંને પોતાના દેશ માટે રમતા હતા અને જો તમે ભૂતકાળની વાત કરશો તો તમે પોતાના વર્તમાનને નહીં જીવી શકો અને હાલમાં બંને વર્તમાનનો આનંદ ઉઠાવી રહ્યા છીએ. શાહિદ આફ્રિદીએ આ ટૂર્નામેન્ટમાં ગૌતમ ગંભીરના શાનદાર ફોર્મની વખાણ કર્યા. તેણે કહ્યું કે, ગૌતમ ગંભીર પોતાની ટીમ, ઇન્ડિયા મહારાજાસની કમાન સંભાળી રહ્યા છે અને બેટિંગમાં સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

તેને બેટિંગ કરતા જોવો એક સુખદ અનુભવ છે. મેં તેની સાથે 2-3 દિવસ વિતાવ્યા છે, જે ખૂબ સુંદર રહ્યા.’ ગૌતમ ગંભીર હાલમાં લીજેન્ડ લીગ ક્રિકેટ 2023માં 3 મેચમાં 183 રન બનાવીને સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં પહેલા નંબર પર છે. જેમાં સતત 3 અડધી સદી સામેલ છે. શાહિદ આફ્રિદીએ ટૂર્નામેન્ટના આગામી સીઝન માટે સચિન તેંદુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વસીમ અકરમ અને વકાર યુનિસ પણ સામેલ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે.

કતરમાં ચાલી રહેલા ટૂર્નામેન્ટની સીઝનમાં ઘણા પૂર્વ દિગ્ગજ ખેલાડી સામેલ થાય છે, પરંતુ અત્યારે પણ કેટલાક મોટા ખેલાડી પોતાને દૂર રાખ્યા છે. શાહિદ આફ્રિદીની ટીમ એશિયા લાયન્સ અને ઇન્ડિયા મહારાજાસ વચ્ચે ટૂર્નામેન્ટની એલિમિનેટર મેચ શનિવારે એટલે કે આજે છે. આ મેચની વિજેતા ટીમનો સામનો આરોન ફિન્ચની કેપ્ટન્સીવાળી વર્લ્ડ જાયન્ટ્સ ટીમ સાથે થશે, જેણે પહેલા આજ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp