#JustMarried: સાયના નેહવાલના જીવનની શ્રેષ્ઠ મેચ, ફોટો કર્યો શેર

PC: twitter.com


ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે પુરુષ બેડમિન્ટન ખેલાદી પુરૂપલ્લી કશ્યપ સાથે શુક્રવારે સાત ફેરા લઈને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સાઈનાએ પોતાના લગ્નનો ફોટો પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. સાઈનાએ #JustMarried હેશટેગ સાથે ફોટો શેર કરતા લખ્યું કે, મારા જીવનની શ્રેષ્ઠ મેચ. 

ઉલ્લેખનીય છે કે, 28 વર્ષની સાઈનાના લગ્ન 16 ડિસેમ્બરના રોજ ભારે ધૂમધામથી થવાના હતા, પરંતુ 14 ડિસેમ્બરેના રોજ બન્ને સાદગીથી પરણી ગયા. આ અંગે કોઈને જાણ પણ થઈ શકી નથી.


આ અંગે મળતી માહિતી મુજબ, 5 દિવસ બાદ 21 ડિસેમ્બરે ભવ્ય સમારંભમાં અનેક લોકોને આમંત્રણ આપવામાં આવશે. સાઈના અને પરુપલ્લી પહેલાથી જ પોતાના લગ્નના કાર્ડ વેચવામાં લાગેલા હતા. આ પ્રસંગે અનેક મોટી હસ્તિઓ લગ્નમાં આવવાની આશા હતી.

કોમનવેલ્થ મેડલ વિજેતા સાઈના નેહવાલ અને કશ્યપે પોતાના કોચ અને પૂર્વ બેડમિન્ટન સ્ટાર પુલેલા ગોપીચંદને પણ લગ્નમાં આમંત્રણ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp