પાંચમી T20 મેચ પહેલા પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર હોસ્પિટલમાં દાખલ

PC: twitter.com

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે આજે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ સાત મેચની પાંચમી મેચ રમાવાની છે. પરંતુ આ પહેલા યજમાન પાકિસ્તાનની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની ટીમના ઝડપી બોલર નસીમ શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નસીમ શાહને એટલા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે કારણ કે તેને તાવ આવ્યો છે. પાકિસ્તાની મીડિયાના કહેવા પ્રમાણે, નસીમ શાહને ઘણો તાવ છે અને તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

તેનો ડેન્ગ્યુનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને થોડા સમયમાં રિઝલ્ટ પણ આવી જશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી 5મી T20માં તેના રમવાની સંભાવના ઘણી ઓછી છે. વધારે તાવ આવ્યો છે તો તેમાથી ઊભા થવાનું સરળ નહીં હોય અને જો તે સારું પણ મહેસૂસ કરશે તો એક ઝડપી બોલર તરીકે મેદાન પર ઉતરવું સરળ નહીં હોય. જણાવી દઈએ કે, ઝડપી બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે ટીમની બહાર છે, તો નસીમ શાહ મુખ્ય બોલર તરીકે પાકિસ્તાનની ટીમનો આધાર છે. અત્યાર સુધી તેણે સારું પ્રદર્શન પોતાની ટીમ માટે કર્યું છે. જોકે હાલની સીઝનમાં તેને એક જ મેચ રમવા માટે મળી છે પંરતુ એશિયા કપ 2022માં આપણે જોયું કે તેણે ઘણી સારી બોલિંગ કરી હતી.

હાલમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વિરુદ્ધની આ સીરિઝમાં બંને ટીમ 2-2થી બરાબર ચાલી રહી છે. ઈંગ્લેન્ડે પહેલી અને ત્રીજી મેચ જીતી હતી અને રવિવારે રમાયેલી ચોથી મેચમાં પાકિસ્તાની ટીમને રોમાંચક જીત મળી હતી. પાકિસ્તાને ઈંગ્લેન્ડને માત્ર 3 રને હાર આપીને સીરિઝને બરાબર કરી લીધી હતી.

જો પાકિસ્તાને આ મેચ જીતી ન હોત તો યજમાન ટીમ દબાવમાં આવી શકતી હતી કારણ કે સીરિઝ જીતવા માટે ઈંગ્લેન્ડે 3માંથી 1 જ મેચ જીતવાની રહેતે. પરંતુ હવે સીરિઝ બરાબર થઈ જતા આગામી 3 મેચમાં રોમાંચ વધારે જોવા મળશે. મેચની વાત કરીએ તો પાકિસ્તાને 20 ઓવરમાં 166 રન બનાવ્યા હતા પરંતુ, બોલરોએ સારું પ્રદર્શન કરતા 3 રનના અંતરે ઈંગ્લેન્ડની ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. જેમાં 19મી ઓવરમાં રઉફે 5 રન આપીને 2 વિકેટ લીધી હતી અને છેલ્લી વિકેટ મોહમ્મદ વસીમ જુનિયરે લેતા મેચ જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp