RRના કેપ્ટન સંજુ સેમસને ખાસ વસ્તુને બતાવી જેમ ચેન્જર, જીત બાદ જાણો શું કહ્યું

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 6 વિકેટે હરાવી દીધી અને હાલની સીઝનમાં સતત ત્રીજી જીત હાંસલ કરતા પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર જગ્યા બનાવી લીધી છે. રાજસ્થાન રોયલ્સની જીતમાં બોલરોની મહત્ત્વની ભૂમિકા રહી, જેમણે મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનો પર શરૂઆતથી જ દબાવ બનાવ્યો અને વિપક્ષી ટીમને મોટો સ્કોર ન બનાવવા દીધો. પોતાની ટીમની જીત બાદ કેપ્ટન સંજુ સેમસન પણ બોલરોના ભરપેટ વખાણ કરતો નજરે પડ્યો, સાથે જ તેણે ટોસને ગેમચેન્જર બતાવ્યો.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થઈ રહેલી સીઝનની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે પહેલી જ ઓવરમાં સાચો સાબિત થતો નજરે પડ્યો. મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગની પહેલી ઓવરમાં રોહિત શર્મા અને નમન ધીર ગોલ્ડન ડક પર આઉટ થયા, જ્યારે ત્રીજી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવીસ પણ પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો. 5 વખતની ચેમ્પિયન ટીમે 100 રનની અંદર જ 7 વિકેટ ગુમાવી દીધી હતી અને પછી કોઈક પ્રકારે સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 125 રન બનાવવામાં સફળ રહી.

રાજસ્થાન તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી. તો નાંદ્રે બર્ગરને 2 અને આવેશ ખાનને એક સફળતા મળી. રવિચંદ્રન અશ્વિનને વિકેટ ન મળી, પરંતુ તેણે પોતાની સ્પલેમાં માત્ર 27 રન આપ્યા. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં વાત કરતા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને કહ્યું કે, મને લાગે છે કે ટોસ ગેમચેન્જર હતો. એ ખૂબ મહત્ત્વપૂર્ણ હતો. શરૂઆતમાં વિકેટ થોડી ચિપચિપી હતી. અમારી પાસે ટ્રેન્ટ બોલ્ટનો અનુભવ અને નાંદ્રે બર્ગરની સ્પીડ હતી.

બોલ્ટ છેલ્લા 10-15 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. મને 4 કે 5 વિકેટ પડવાની આશા હતી, પરંતુ એ એક શાનદાર પ્રયાસ હતો. અમે જાણીએ છીએ કે, અમારી ટીમમાં ઘણા મોટા ખેલાડી છે, પરંતુ જે વાત અલગ છે તે એ કે દરેક જાણે છે કે ટીમની જરૂરિયાત શું છે. અહી સુધી કે અશ્વિને કસેલી બોલિંગ કરી કેમ કે અમારો પાવરપ્લે સારો રહ્યો હતો. તેણે વચ્ચેની ઓવરોમાં કસીને રાખ્યા. યુઝવેન્દ્ર ચહલે જે પ્રકારનું પ્રદર્શન કર્યું, તેને જોવાનું સારું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp