વિજય મર્ચન્ટ ટ્રોફીમાં 10 વિકેટ લઇને 15 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

PC: thehindu.com

ભારતના અંડર-16 ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય મર્ચન્ટ ટ્રોફીમાં એક મોટો રેકોર્ડ નોંધાયો છે. મેઘાયલના ઓફ સ્પીન બોલર નિર્દેશ બૈસોયાએ એક ઇનિંગમાં 10 વિકેટ લેવાનો કારનામો કરી બતાવ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટનો આ મોટો રેકોર્ડ તેને નોંધાવ્યો છે. નિર્દેશે અસમના વૈલી સ્કુલ મેદાનમાં નાગાલેન્ડની સામેની મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. મેચના પહેલા દિવસે ઇનિંગની શરૂઆત કરનારી નાગાલેન્ડની ટીમના બેટ્સમેનો નિર્દેશ સામે ટકી શક્યા ન હતા. ઉત્તર પ્રદેશના મેરઠમાં રહેનારા નિર્દેશ મેઘાલય માટે ગેસ્ટ બોલર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. નિર્દેશે ફેંકેલી 21 ઓવરમાં 51 રન આપીને નાગાલેન્ડની તમામ 10 વિકેટો ખેરવી હતી. આ દરમિયાન નિર્દેશે 10 ઓવર મેઇડન ફેંકી હતી.

ઓફ સ્પીનર નિર્દેશે વિકેટ લેવાની શરૂઆત ઇનિંગની 10મી ઓવરની ત્રીજી બોલથી કરી હતી, આ ઓવરમાં તેણે સાવલિન કુમાર મલિકને આઉટ કર્યો હતો. મલિકે 29 બોલનો સામનો કર્યો પરંતુ તે ખાતું ખોલી શક્યો ન હતો. અહીંથી જે વિકેટ પડવાનો ક્રમ શરૂ થયો તે 42મી ઓવરમાં છેવટની બોલ પર રોકાયો હતો. નિર્દેશે હુટો તોશિહો અચહુમીને આઉટ કરીને પોતાની 10 વિકેટ પૂરી કરી હતી.

એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા નિર્દેશે કહ્યું, હું હજી પણ તેના પર વિશ્વાસ કરી શકતો નથી. અનિલ કુંબલેએ જ્યારે 10 વિકેટ લીધી ત્યારે મારો જન્મ પણ થયો નહોતો, પરંતુ મેં તેમના વિશે ઘણું સાંભળ્યું છે. હું હંમેશાં એવું કંઈક કરવા માગતો હતો, પરંતુ મેં ક્યારેય વિચાર્યું નથી કે મારા જીવનમાં આવું જલ્દી થશે. મેં હમણાં જ મારા પરિવાર સાથે વાત કરી અને તેઓ પણ ભાવુક થઈ ગયા. અંડર -16 વિજય મર્ચન્ટ ટ્રોફીની આ નિર્દેશની બીજી સિઝન છે અને અત્યાર સુધીમાં તે ચાર મેચોમાં 27 વિકેટ લઇ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp