મનીષ પાંડેએ કર્યા લગ્ન, તો કેપ્ટન વિરાટે કહ્યું- મુબારક હો પાંડેજી, જુઓ તસવીરો

PC: theweek.in

3 ડિસેમ્બરે પોતાની કેપ્ટનશિપમાં કર્ણાટકને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું ચેમ્પિયન બનાવનારા ભારતીય બેટ્સમેન મનીષ પાંડેએ સોમવારે દક્ષિણ ફિલ્મોની અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા છે. 26 વર્ષીય અશ્રિતા દક્ષિણ ફિલ્મોની અભિનેત્રી છે, જેણે 2012માં તેલુગૂ ફિલ્મ તેલીકાડા બોલ્લીથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

પાંડેએ રવિવારે પોતાની કેપ્ટનશિપમાં કર્ણાટકને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું ચેમ્પિયન બનાવ્યું છે અને તેના બીજા જ દિવસે તેણે અશ્રિતા સાથે લગ્ન કર્યા હતા. તેણે મેચ બાદ જણાવ્યું હતું કે, તે સોમવારે લગ્ન કરવા જઈ રહ્યો છે. પાંડે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 6 ડિસેમ્બરે શરૂ થનારી T-20 અને વનડે સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો છે.

મનીષ પાંડેએ કહ્યું હતું કે, ભારતની આવનારી સીરિઝને લઈને હું ઉત્સાહિત છું, પરંતુ તે પહેલા મારા માટે વધુ એક મહત્ત્વપૂર્ણ સીરિઝ છે. કાલે (સોમવારે) હું લગ્ન કરવા જઈ રહ્યો છું.

લગ્નને લઈને મનીષ પાંડેને તેના ક્રિકેટર મિત્રોએ શુભકામના પાઠવી રહ્યા છે. એટલું જ નહીં, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ મનીષ પાંડેને શુભેચ્છા પાઠવી છે. કોહલીએ મનીષ પાંડે અને તેની પત્ની માટે ટ્વિટર પર શુભેચ્છા સંદેશ આપ્યો છે. કોહલી ઉપરાંત, રોહિત શર્માએ પણ મનીષ પાંડેને શુભકામના પાઠવી છે અને તેણે ટ્વિટર પર લખ્યું છે, વિશ્વાસ કર, આ તારા જીવનની સૌથી સુંદર ઈનિંગ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp