વિરાટ કોહલી બન્યો સેલિબ્રિટી નંબર 1, કમાણીમાં દીપિકા, અક્ષય અને શાહરૂખથી પણ આગળ

PC: firstpost.com

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ન ફક્ત ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચ્યો છે, પરંતુ બ્રાંડ વેલ્યૂમાં પણ તેમણે દિગ્ગજ સેલિબ્રિટીઓને પાછળ છોડ્યા છે. યૂથ આઇકોન વિરાટ કોહલી ડફ અને ફેલ્પ્સની પાવરફુલ સેલિબ્રિટી બ્રાન્ડ લિસ્ટમાં વારંવાર બીજી વખત ટોપ પર રહ્યો છે.

કોહલીએ 170.9 મિલિયન ડોલર એટલે કે 1196 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યૂ સાથે લિસ્ટમાં પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે. ટોપ 10ની લિસ્ટમાં તે એકલો ખેલાડી નથી પરંતુ મોટા-મોટા બોલીવુડ સેલિબ્રિટી પણ તેનાથી પાછળ છે.

સેલિબ્રિટીની બ્રાન્ડ વેલ્યૂ નીચે પ્રમાણે છે...

  • વિરાટ કોહલી - 1196
  • દીપિકા પાદુકોણ - 717
  • અક્ષય કુમાર - 471
  • રણવીર સિંહ - 441
  • શાહરૂખ ખાન - 424
  • સલમાન ખાન - 390
  • અમિતાભ બચ્ચન - 288
  • આલિયા ભટ્ટ - 252
  • વરૂણ ધવન - 221
  • ઋતિક રોશન - 217

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp