‘ગંભીરે છિનવ્યો બીજાનો હક’, પાક. ક્રિકેટરના મતે આ ખેલાડી કોચ બનવા માટે હતો હકદાર

PC: espncricinfo.com

ગૌતમ ગંભીરના હેડ કોચ બનવાથી ભારતીય ક્રિકેટમાં એક નવો અધ્યાય શરૂ થઇ ગયો છે. તેઓ આ સમયે ભારતીય ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચોની T20 અને એટલી જ મેચોની વન-ડે સીરિઝ રમાવાની છે. પરંતુ આ બધા વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તનવીર અહમદે ગંભીર આરોપ લગાવ્યા છે કે તેમણે (ગૌતમ ગંભીરે) સાંઠગાંઠ અને રાજનીતિ કરીને હેડ કોચ પદ હાંસલ કર્યું છે. તનવીર કહે છે કે ગૌતમ ગંભીરથી વધારે વી.વી.એસ. લક્ષ્મણ કોચ પદ માટે હકદાર હતા.

તનવીર અહમદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, વી.વી.એસ. લક્ષ્મણે ભારતીય ટીમના હેડ કોચ હોવું જોઇતું હતું કેમ કે તેઓ ઘણા સમયથી ઇન્ડિયા B સાથે કોચ તરીકે જોડાયેલા છે. એમ લાગે છે કે ગંભીર ‘પરચી’ પર આવ્યા છે. ભારતમાં પરચીનો અર્થ કોઇ રસીદ સમજવામાં આવે છે, પરંતુ પાકિસ્તાનમાં પરચીનો અર્થ નકલી રીતે કે કોઇ કનેક્શનના દમ પર કોઇ કામ કરાવવાનું હોય છે. એટલે સરળ ભાષામાં સમજીએ તો તનવીર અહમદનો આરોપ છે કે ગૌતમ ગંભીર હેડ કોચ બનવાના હકદાર નથી અને તેમણે કનેક્શનના દમ પર આ પદ હાંસલ કર્યું છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનો એક દાવો જરૂર સાચો છે કે નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)ના ડિરેક્ટર વી.વી.એસ. લક્ષમાં ઇન્ડિયા B સાથે ઘણા સમયથી જોડાયેલા છે. તેઓ ત્યારે ટીમના કોચ હતા, જ્યારે ગયા વર્ષે ભારતે એશિયા કપમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તો હાલમાં જ સંપન્ન થયેલા ઝીમ્બાબ્વે પ્રવાસ પર પર પણ ભારતીય ટીમના વચગાળાના કોચનો રોલ તેમણે જ નિભાવ્યો હતો. તેમની કોચિંગમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેની ટીમને 5 મેચોની T20 સીરિઝમાં 4-1થી હરાવી હતી.

ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની શરૂઆત 27 જુલાઇથી થશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સીરિઝ રમાશે. પહેલી T20 27જુલાઇ, બીજી T20 28 જુલાઇઅને છેલ્લી T20 મેચ 30 જુલાઇએ રમાશે. આ બધી મેચ પલ્લેકલમાં ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે થશે. પછી બંને ટીમો વચ્ચે એટલી જ મેચોની વન-ડે સીરિઝ થશે. પહેલી મેચ 2 ઑગસ્ટે થશે, પછી 4 અને 7 ઑગસ્ટે બાકી મેચ વન-ડે મેચ હશે. 3 વન-ડે મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગ્યાથી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp