શું WTC ફાઇનલની રેસમાંથી બહાર થઇ શકે છે ભારત? બીજી ટેસ્ટ ધોવાઇ તો..

PC: BCCI

ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ જીતીને 1-0ની લીડ હાંસલ કરી લીધી છે. ચેન્નાઇમાં જીત હાંસલ કર્યા બાદ ભારતીય ટીમનો ઇરાદો બાંગ્લાદેશને હરાવીને ક્લીન સ્વીપનો હતો. આયાર સુધી આ ટેસ્ટ મેચમાં વરસાદના કારણે 2 દિવસોમાં માત્ર 35 ઓવરની જ રમત થઇ શકી છે. બીજા દિવસે એક ઓવરની પણ રમત ન થઇ શકી. ત્રીજા દિવસના રમત દરમિયાન 50 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. અને 11:00 વાગ્યા સુધીમાં વરસાદના કારણે ચાલુ થઇ શકી નહોતી. એવામાં સવાલ એ ઉઠે છે કે મેચ રદ થવા પર ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં કેટલું નુકસાન થશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. પહેલા 2 દિવસની રમતમાં માત્ર 35 ઓવરની જ મેચ થઇ શકી છે. પહેલા દિવસે ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજા દિવસે વરસાદના કારણે એક પણ ઓવર ન નાખી શકાઇ. ત્રીજા દિવસે બધાની નજર આકાશમાં મંડાઇ રહેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ રમાઇ રહી છે. એવામાં મેચના પરિણામની અસર પોઇન્ટ્સ ટેબલ પર પડવાની.

ભારતને થશે WTC ટેબલમાં કેટલું નુકસાન?

અત્યાર સુધી ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ના આ ચક્રમાં 10 મેચ રમી છે, જેમાં 7 મેચમાં જીત હાંસલ કરી છે અને 1માં હાર મળી છે. ભારતીય ટીમની બાકી 2 મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમ પાસે 86 પોઇન્ટ્સ અને જીતની ટકાવારી 71.67 પોઇન્ટ્સ છે. બાંગ્લાદેશની વાત કરીએ તો તેની જીતની ટકાવારી 39.29 છે અને તે ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. બાંગ્લાદેશની ટીમે 7 મેચ રમીને 3 મેચ જીતી છે.

આ સમયે ભારત પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર છે અને કાનપુર ટેસ્ટ વરસાદના કારણે ધોવાઇ જાય છે તો તેને 4 પોઇન્ટ્સ મળશે અને 11 ટેસ્ટ બાદ તેની જીતની ટકાવારી 68.18 થઇ જશે. આ મેચ રદ્દ થવાથી ભારતને નુકસાન થશે અને તે બીજા નંબર પર રહેલી ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 62.50ની આસપાસ આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp