એડિલેડની પિચથી કોને થશે વધુ ફાયદો? ક્યુરેટરે કહ્યું- પહેલા દિવસે...

PC: hindi.crictracker.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની બીજી મેચ 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં એડિલેડની પિચનો મૂડ કેવો હશે તેના પર બંને ટીમો સિવાય તમામ ચાહકોની પણ નજર છે. એડિલેડની પિચ અંગે ક્યુરેટર ડેમિયન હોગે કહ્યું કે, તેઓ વિકેટને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હોફે પુષ્ટિ કરી છે કે પીચ પર 6mm ઘાસ હશે અને બોલ અહીં સ્વિંગ અને સીમ થશે.

આજે (4 ડિસેમ્બર) મીડિયા સાથે વાત કરતી વખતે એડિલેડ ઓવલના પિચ ક્યુરેટર ડેમિયન હોગે કહ્યું, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં વિકેટ પર ઘાસનું એક સમાન સ્તર હશે. ક્યુરેટરે કહ્યું કે, 6 mm ઘાસની પીચ લેયરની પરિસ્થિતિને કારણે ફાસ્ટ બોલરો માટે મદદરૂપ થશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું એડિલેડમાં ફાસ્ટ બોલરો માટે સ્થિતિ ઘણી અનુકૂળ રહેશે. તેના પર હોફે કહ્યું કે, તે અને તેની ટીમ સંતુલિત વિકેટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યાં બેટ્સમેન, ઝડપી બોલર અને સ્પિનરો આ ત્રણેય ટેસ્ટ મેચને પ્રભાવિત કરી શકે. ક્યુરેટરે કહ્યું કે, ઓછા પ્રકાશ અથવા વાદળછાયા વાતાવરણમાં ઝડપી બોલરોને વિકેટમાંથી ઘણી મદદ મળશે.

એડિલેડ ટેસ્ટ મેચના પહેલા દિવસે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે, જ્યારે 6 ડિસેમ્બરે વરસાદની સંભાવના 88 ટકા છે. આવી સ્થિતિમાં, બોલ સ્વિંગ થશે અને સીમ પણ થશે, પરંતુ આ પીચને કારણે નહીં, પરંતુ સ્થળની સ્થિતિને કારણે થશે. ડેમિયન હોગે કહ્યું, ઈતિહાસ બતાવે છે કે, એડિલેડમાં લાઇટમાં બેટિંગ કરવી મુશ્કેલ છે. પીચ પર 6 mm ઘાસ હશે. અમે એવી પીચ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, જેના પર સારી સ્પર્ધા હોય. છેલ્લી વખત જ્યારે ભારત અહીં રમવા આવ્યું ત્યારે પિચે ટેસ્ટ મેચ 3 દિવસમાં પૂરી કરવામાં કોઈ ભૂમિકા ભજવી ન હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાની બોલિંગ ખરેખર સારી હતી. રમતના સંદર્ભમાં દરેક માટે અહીં કંઈક તો છે જ, હું ખુશ છું, હું તો ઈચ્છું કે બસ એક સારી સ્પર્ધા થાય.

અહીં તમને બતાવી દઈએ કે, ભારતે છેલ્લી વખત એડિલેડમાં ટેસ્ટ મેચ રમી હતી, ત્યારે તે 36 રનમાં આઉટ થઈ ગઈ હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં તેનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. આ વખતે ટીમ વધુ આત્મવિશ્વાસ સાથે ટેસ્ટ મેચ રમવા ઉતરશે, કારણ કે ભારતે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 295 રનથી જીતી હતી. જે ઓસ્ટ્રેલિયામાં રનના માર્જિનથી તેમની સૌથી મોટી જીત છે. ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે પર્થની સફળતાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે.

ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, KL રાહુલ, રીષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, R. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને દેવદત્ત પડિકલ.

બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર, બ્રાન્ડન ડોગેટ અને સીન એબોટ.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ: 22-25 નવેમ્બર-પ્રથમ ટેસ્ટ-પર્થ (295 રનથી ભારત જીત્યું), 6-10 ડિસેમ્બર-બીજી ટેસ્ટ-એડિલેડ, 14-18 ડિસેમ્બર-ત્રીજી ટેસ્ટ-બ્રિસ્બેન, 26-30 ડિસેમ્બર-ચોથી ટેસ્ટ-મેલબોર્ન, 03-07 જાન્યુઆરી-પાંચમી ટેસ્ટ-સિડની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp