ICCએ પસંદ કરી વર્લ્ડ કપ 2023ની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ XI, 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ થઈ ગયા બાદ ICCએ વર્લ્ડ કપ 2023 માટે પોતાની એક પ્લેઇંગ XIની પસંદગી કરી છે, જેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ICCએ આ ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીઓને પસંદ કરીને એક ટીમ તૈયાર કરી છે. આ ટીમની પ્લેઇંગ XIમા 6 તો ભારતીય ખેલાડી છે.
ICCએ પોતાની આ પ્લેઇંગ XIનો કેપ્ટન રોહિત શર્માને બનાવ્યો છે. જ્યારે રોહિત સિવાય વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ શમીને ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.
ICCએ પસંદ કરેલી પ્લેઇંગ XI
રોહિત શર્મા-કેપ્ટન
વિરાટ કોહલી
ડેરિલ મિચેલ
કેએલ રાહુલ
ગ્લેન મેક્સવેલ
રવિન્દ્ર જાડેજા
જસપ્રીત બૂમરાહ
દિલશાન મધુશંકા
એડમ ઝમ્પા
મોહમ્મદ શમી
ક્વિન્ટન ડી'કોક
ગેરાલ્ડ કોન્ટ્ઝે-12મો ખેલાડી
હાર બાદ પોન્ટિંગનું નિવેદન
ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ પૂર્વ ખેલાડી રિકી પોન્ટિંગે નિવેદન આપ્યું છે. પોન્ટિંગે પીચ અંગે કહ્યું હતું કે, પીચને વિકેટ માટે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ આ ભારત માટે ઉલટું પડી ગયું. ઓસ્ટ્રેલિયન ન્યૂઝ પેપર હેરાલ્ડ સનના રિપોર્ટ મુજબ અમદાવાદની પીચ પર ભારત-પાકિસ્તાનની લીગ મેચ રમાઈ હતી, તે મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું અને ફાઈનલ માટે પણ એ જ પીચને પસંદ કરવામાં આવી હતી, જેને લઈને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
મેચ બાદ અન્ય લોકોએ પણ પીચ પર હારનો ઠીકરો ફોડ્યો છે, પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ કહ્યું હતું કે, તમે એ વિશ્વાસ સાથે ડ્રાય પીચ તૈયાર કરીને પોતાની કબર ખોદી લીધી કે ઓસ્ટ્રેલિયનો આનાથી ડરી જશે. જે પીચ તૈયાર કરવામાં આવી હતી તે ભારતીય ટીમને કામ નહોતી આવી. આખરે આ પીચ પર ફાઈનલ મેચ કરાવવાનો નિર્ણય કોણે લીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp