GTના ક્રિકેટર યશ દયાળ લવ જિહાદ પર ઇન્સ્ટા સ્ટોરી શેર કરી ભેરવાયો

PC: sabasports.in

આખા દેશમાં દિલ્હીમાં થયેલી હેવાનિયત બાદ લવ જિહાદનો મુદ્દો જોર શોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ક્રિકેટર યશ દયાળના ઇન્સ્ટાગ્રામથી એવી જ વિવાદિત પોસ્ટ શેર કરવામાં આવી હતી. ગુજરાત ટાઈટન્સના બોલરે ઇન્સ્ટા સ્ટોરી લગાવી હતી, જેને તેણે ડીલિટ કરી નાખી છે. તે ટ્વીટર પર ટ્રેન્ડ પણ કરી રહ્યો હતો. આ પોસ્ટ બાદ તેણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા આપતા કહ્યું છે કે, તેના એકાઉન્ટથી કોઈ બીજાએ આ પોસ્ટ કરી હતી.

પોતાની સ્પષ્ટતામાં ક્રિકેટરે એમ પણ લખ્યું કે, તે બધા ધર્મોનું આદર કરે છે. યશ દયાળના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી બે સ્ટોરી લવ જિહાદ બાબતે શેર કરવામાં આવી હતી અને તેમાં કેટલીક વિવાદિત વાતો કહેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેની આ પોસ્ટની ખૂબ નિંદા થઈ રહી હતી. ટ્વીટર પર તે ટ્રેન્ડ પણ કરી રહ્યો હતો. વિવાદ વધ્યા બાદ તેણે સ્પષ્ટતા આપતા કહ્યું કે, મને બે સ્ટોરી શેર કરવાની જાણકારી મળી છે. મેં તે સ્ટોરી પોસ્ટ કરી નહોતી અને હું બધા ધર્મોનું સન્માન કરું છું.

યશ દયાળ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, મેં સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. મારું અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે કે કોઈ બીજું ઉપયોગ કરી રહ્યું છે. જે સ્ટોરીની વાત કરવામાં આવી રહી છે તેને મેં પોસ્ટ કરી નથી. હાલમાં મેં કાયદાકીય પગલું ઉઠાવ્યું છે અને મારો પ્રયાસ છે કે મારું અકાઉન્ટ પાછું નિયંત્રણમાં આવી જાય. યશ દયાળ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ગુજરાત ટાઈટન્સ (GT) તરફથી રમ્યો હતો અને તેની છેલ્લી ઓવરમાં જ રિન્કુ સિંહે શાનદાર અંદાજમાં 5 સિક્સ લગાવ્યા હતા.

IPLમાં રિન્કુ સિંહે 5 સિક્સ લગાવ્યા બાદ તે કેટલીક મેચો સુધી બહાર હતો. આ દરમિયાન તેનું વજન પણ ઘણું ઓછું થઈ ગયું હતું. યશ દયાળે અત્યાર સુધી ભારત માટે કોઈ ઇન્ટરનેશલ મેચ રમી નથી, પરંતુ તે ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસ માટે યશ દયાલને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp