રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલા શેરમાં 1 મહિનામાં 100 ટકા રિટર્ન

PC: zeebiz.com

શેરબજારમાં બિગબુલ તરીકે જાણીતા અને જેમના પોર્ટફોલિયાના શેરોની હમેંશા ચર્ચા થતી રહે છે એવા રાકેશ ઝુનઝુનવાલાને મોટો ફાયદો થયો હોવાનું જાણવા મળ્યું છે. એક જ શેરમાં તેમને એટલું જંગી વળતર મળ્યું છે કે તેમનો પોર્ટફોલિયો ચમકી ગયો છે. છેલ્લાં એક જ મહિનામાં આ શેરમાં તેમને 100 ટકાથી વધારે રિટર્ન મળ્યું છે. ઝુનઝુનવાલા એ વાત માટે મશહૂર છે કે તેઓ જે શેરમાં હાથ નાંખે તે શેર ઝળકી જાય છે. આવા જ એક સુપરહિટ શેરમાં જોવા મળ્યું છે. રાકેશ ઝુનઝુનવાલા ઉપરાંત આ શેરમાં અન્ય દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીએ પણ રૂપિયા લગાવેલા છે. શેરબજારના જે બે દિગ્ગજોએ જેમાં રોકાણ કરેલું છે તે શેર તમે પણ ખરીદયો હોય તો તપાસી લેજો

રાકેશ ઝુનઝુનવાલા મલ્ટીબેગર સ્ટોકસને પારખવામાં માહિર છે. આ વખતે તેમણે જે શેર પર પસંદગી ઉતારી છે તે એક રિયલ એસ્ટેટ કંપની છે. જેનું નામ છે પ્રોજોન ઇંટુ પ્રોપર્ટીઝ. આ કંપનીએ તેના રોકાણકારોને છેલ્લાં 1 જ મહિનામાં 100 ટકા કરતા વધારે વળતર આપ્યું છે. તેમાં પણ છેલ્લાં 4 બિઝનેસ ટ્રેડીંગમાં જ શેરનો ભાવ 68 ટકા જેટલો વધી ગયો છે. 3 મેના દિવસે શેરનો ભાવ હતો 17.10 રૂપિયા જે હવે 38.25 રૂપિયા પર પહોંચી ગયો છે.

પ્રોઝોન ઇંટુ પ્રોપર્ટીઝના શેરે છેલ્લાં 3 દિવસમાં મોટી છલાંગ લગાવી છે. ત્રણેય દિવસમાં શેરમાં 10 ટકાની ઉપલી સર્કીટ લાગી ગઇ હતી. શેરનો ભાવ 52 સપ્તાહની ઉંચાઇ પર પહોંચી ગયો છે. આજે પણ આ શેરમાં 10 ટકાની ઉપલી સર્કીટ લાગી છે. મુંબઇની આ રિયલ એસ્ટેટ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 530 કરોડ રૂપિયા છે.

હવે તમને એ થશે કે રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીના કેટલાં શેર ખરીદ્યા છે.? તો તમને જણાવી દઇએ કે પ્રોઝોન ઇંટુ પ્રોપર્ટીઝમાં રાકેશ ઝુનઝુનવાલાની 2.06 ટકા હિસ્સેદારી છે. ઝુનઝુનવાલા પાસે આ કંપનીના 31, 50,000 શેર છે. કંપનીના માથે અત્યારે કોઇ દેવું નથી અને કંપની પાસે રૂપિયા 2,000 કરોડની એસ્સેટસ છે. એપ્રિલ મહિનામાં શેરના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો હતો અને શેરનો ભાવ 15 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ હવે આ શેરે તેજીની ગાડી પકડી લીધી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp