શેરબજારમાં આવ્યો મોટો બદલાવ, SEBIએ લીધો આ નિર્ણય

PC: sebi.gov.in

28 માર્ચથી શેરબજારમાં મોટો બદલાવ આવી રહ્યો છે. સેબીએ હવે એક જ દિવસે પૈસા જમા થાય તેવો નિયમ લાગૂ કર્યો છે. જો કે શરૂઆતમાં 25 કંપનીના શેરો પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

આવતીકાલથી એટલે કે ગુરુવારથી શેરબજારમાં T+0 સેટલમેન્ટનો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. ભારતીય બજાર નિયામક સેબી દ્વારા રજૂ કરવામાં આવેલ આ નિયમ પ્રથમ 25 શેર પર લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે આ 25 શેરની ખરીદી અથવા વેચાણ પર તે જ દિવસે સેટલમેન્ટ કરવામાં આવશે. બાકીના શેર પર T+1 નિયમ લાગુ કરવામાં આવશે.

એક્સચેન્જ પર જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, T+0 સેટલમેન્ટનો સમય માત્ર સવારે 9:15 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સોદા T+0 માં સેટલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે T+0 સેટલમેન્ટ હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ નિયમ અમુક કલાકો માટે જ પસંદગીના શેર માટે લાગુ થશે. એક્સ્ચેન્જની ભાષામાં તેને બીટા વર્ઝન કહી શકાય છે.

 

BSEએ T+0 સેટલમેન્ટ બીટા વર્ઝન માટે 25 શેરની યાદી પણ બહાર પાડી છે. તેમાં અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેન્ક ઓફ બરોડા, BPCL, બિરલા સોફ્ટ, સિપ્લા, કોફાર્જ, ડિવીઝ લેબ્સ, હિન્દાલ્કો, ઈન્ડિયન હોટેલ્સ, JSW સ્ટીલ, LIC હાઉસિંગ, LTI માઇન્ડટ્રી, MRF, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી, ઓએનજીસી,પેટ્રો નેટ એલએનજી, સંવર્ધન મધરસન, SBI , ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાંતાનો સમાવેશ થાય છે.

T+1 સેટલમેન્ટ સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે નહીં. જે નિયમો અત્યારે લાગુ છે તે ભવિષ્યમાં પણ લાગુ રહેશે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ પહેલાની જેમ ચાલુ રહેશે. આના પર લાગુ થતા ચાર્જ T+0 માં પણ લાગુ રહેશે. તેમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે. સેબીએ કહ્યું છે કે જો T+0 સેટલમેન્ટનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેનો સંપૂર્ણ લાગૂ કરવામાં આવશે.

15 માર્ચે, સેબીએ T+0 સેટલમેન્ટના બીટા વર્ઝનને મંજૂરી આપી હતી, જે 28 માર્ચ એટલે કે આવતીકાલથી લાગુ કરવામાં આવશે. આ નવા નિયમ મુજબ, જો તમે કોઈપણ શેર ખરીદો છો અથવા વેચો છો, તો તે જ દિવસે પૈસા તમારા ડીમેટ ખાતામાં આવી જશે. આ માટે તમારે બીજા દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp