મુકેશ અંબાણીએ રિટેલ, ટેલિકોમ પછી આ સેક્ટર માટે વિદેશી કંપની સાથે હાથ મેળવ્યા

PC: cnn.com

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી રિટેલ અને ટેલિકોમ પછી હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાના છે. મુકેશ અંબાણીની જિયો ફાયનાન્શીઅલ હવે વેલ્થ મેનેજમેન્ટ અને બ્રોકીંગનો બિઝનેસ પણ કરશે. આના માટે દુનિયાની સૌથી મોટી એસ્સેટ મેનેજમેન્ટ કંપની બ્લેક રોક સાથે જોઇન્ટ વેન્ચર કર્યું છે. જેમાં બંને કંપનીઓની 50-50 ટકા હિસ્સેદારી રહેશે.

જિયો ફાયનાન્શીઅવે સ્ટોક એકસ્ચેન્જને જાણકારી આપી છે કે બ્લેક રોક અને જિયો ફાયનાન્શીઅલે ભારતમાં વેલ્થ મેનેજમેન્ટ અને બ્રોકીંગ બિઝનેસ માટે જોઇન્ટ વેન્ચર કર્યું છે બંને કંપનીઓ 15-15 કરોડ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશે.

રિલાયન્સ ગયા વર્ષે જ પોતાના ફિયાન્શીઅલ બિઝનેસ અલગ કર્યો હતો અને નવી કંપની બનાવી હતી જેનું નામ જિયો ફાયનાન્શીઅલ રાખવામાં આવ્યું છે. આ કંપનીનું મુકેશ અંબાણીએ જુલાઇ 2023માં શેરબજારોમાં લિસ્ટીગં કરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp