ચીનનો અમેરિકાને ઝટકો, એક બેનના સમાચાર અને એપલના 16.61 લાખ કરોડ સ્વાહા

PC: wired.com

ચીન અને અમેરિકા વચ્ચે તણાવનું નુકસાન હવે કંપનીઓને ઉઠાવવું પડી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં iPhone બનાવનાકી કંપની એપલને આર્થિક રીતે તગડો ઝટકો લાગ્યો છે. મામલો iPhone સાથે જોડાયેલો છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને સરકારી અધિકારીઓ પર iPhone રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તેની અસર એપલના શેરો પણ જોવા મળી રહી છે. ચીનના સરકાર અધિકારીઓના iPhone ઉપયોગ પર બેનના સમાચાર મંગળવારે આવ્યા હતા. ત્યારબાદ બુધવારે એપલના શેર લગભગ 4 ટકા તૂટી ગયા.

ગુરુવારે પણ શેરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બે દિવસના ઘટાડાથી એપલની માર્કેટ કેપ લગભગ 20 હજાર ડૉલર એટલે કે 16.61 લાખ કરોડ રૂપિયા ઘટી ગયા. જો કે, શુક્રવારે શેર સપાટ કારોબાર કરી રહ્યા હતા એટલે કે હાલના સમયમાં ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જેટલી માર્કેટ કેપ છે એટલા એપલને બે દિવસમાં ઝટકો લાગી ચૂક્યા છે. શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 16.57 લાખ કરોડ રૂપિયા હતી. આ દરમિયાન ગુરુવારે એપલ સ્ટોક નેસ્કેડ પર ઘટીને 177.56 ડૉલર પર બંધ થયા હતા. 5 સપ્ટેમ્બરના રોજ તે 189.7 ડોલરના ભાવ પર હતા.

હાલમાં એપ્પલેની માર્કેટ કેપ 2.80 લાખ કરોડ ડૉલર છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, સરકારી ઓફિસોમાં iPhone બેનને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, iPhone ઓફિસ ન લાવે. અને ઓફિસમાં સરકારી કામ કરવા માટે iPhoneનો ઉપયોગ ન કરે. જો કે, અત્યાર સુધી એ ખબર પડી નથી કે શું બધી સરકારી ઓફિસોમાં આ બેન લગાવવામાં આવ્યો છે કે પછી કેટલીક જ ઑફિસોને આ આદેશ મળ્યો છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ તેનો દાયરો વધી શકે છે. જો ચીન બધા સરકારી કર્મચારીઓને iPhone રાખવા પર રોક લગાવે છે તો તેના વેચાણમાં લગભગ 5 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે, જે આર્થિક રૂપે મોટો આંકડો હશે. ઉલ્લેખનીય છે કે, iPhone બનાવનારી અમેરિકન કંપની છે, પરંતુ આ કંપની માટે ચીન એક મોટો બજાર છે. એક રિપોર્ટ મુજબ, ચીન, હોંગકોંગ અને તાઇવાન દુનિયામાં એપલ માટે ત્રીજો સૌથી મોટો બજાર છે. એપલનો ચીનમાં મોટો કારોબાર છે. એપલના મોટા ભાગના પ્રોડક્ટ્સ અહી એસેમ્બલ કરવામાં આવે છે.

જો ચીન અત્યારે સરકારી અધિકારીઓને iPhone ઉપયોગ કરતા રોકે છે તો પછી આગામી દિવસોમાં જનતા માટે એ ફરમાન જાહેર થઈ શકે છે. જો કે, ચીનના આ બેન પાછળનું એક ઉદ્દેશ્ય હોય શકે છે, લોકો IPOની જગ્યાએ ચાઇનીઝ ફોન ઉપયોગ કરે. જેથી ચાઇનીઝ કંપનીઓને ફાયદો થશે. ચીન દ્વારા iPhoneના ઉપયોગ પર બેન લાગવાથી ચાઇનીઝ મોબાઈલ કંપનીઓને મોટો ફાયદો થઈ શકે છે. આ અનુસંધાને વધારે ફાયદો Huawei કંપનીને મળી શકે છે.

Huaweiના નવા ફોન Mate 60 Proની ડિમાન્ડ સતત વધી રહી છે. આ મોબાઇલમાં ચીનમાં જ બનેલી Huaweiની સબ્સિડિયરી હાઇસિલિકોનની ચિપ લાગેલી છે. અમેરિકા અને ચીન વચ્ચે તણાવની અસર છેલ્લા 5 વર્ષોથી બંને દેશોની કંપનીઓ પર થઈ રહી છે. આજથી લગભગ 4 વર્ષ અગાઉ વર્ષ 2019મા ચાઇનીઝ કંપની Huaweiને અમેરિકાએ એવી કંપનીઓની લિસ્ટમાં રાખી હતી, જે સુરક્ષા માટે જોખમ બની શકે છે. આરોપ લાગ્યો હતો કે આ ફોનના માધ્યમથી ચીન સરકાર સુધી અમેરિકાની સંવેદનશીલ જાણકારીઓ પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp