દેવું ઘટાડવા માટે અનિલ અંબાણીએ એવી ડીલ કરી કે રોકાણકારો ફાવી ગયા

PC: thehindubusinessline.com

ચાલું નાણાંકીય વર્ષની શરૂઆત અનિલ અંબાણી માટે સારી રહી છે. 1લી એપ્રિલે ગુરુવારે અનિલ અંબાણીની કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો જેને કારણે રોકાણકારોના પૈસા વધ્યા. અનિલ અંબાણીના દેવામાં ઘટાડો થવાને કારણે રોકાણકારોને ફાયદો થયો છે. અંબાણીની જે કંપનીઓનો શેરોના ભાવ વધ્યા છે તેમાં રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાયનાન્સ, રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ  પાવર, રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરીંગ લિમિટેડના શેરોના ભાવ 4 ટકા જેટલા વધીને બંધ રહ્યા હતા.

આ ઉપરાંત રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરના શેરના ભાવમાં 9 ટકા જેટલો વધારો જોવા મળ્યા છે. તમને ખબર જ છે કે અનિલ અંબાણીની મોટાભાગની કંપનીઓ વેચાણ અથવા સંપાદનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે.

છેલ્લાં કેટલાંક સમયથી અનિલ અંબાણી પોતાનું દેવું ઓછું કરવાના કામમાં  લાગ્યા છે. જે તેમણે છેલ્લાં 3 મહિનામાં જ પોતાની 3 અગત્યની કંપનીઓને વેચીને દેવું ઓછું કર્યું છે. ગયા ગુરુવારે અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રચરે જણાવ્યું હતું કે મુંબઇ સ્થિત રિલાયન્સ સેન્ટરને રૂપિયા 1200 કરોડમાં વેચી દેવામાં આવ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરે મુંબઇના સાંતાકુઝમાં આવેલા રિલાયન્સ સેન્ટરનો સોદો યસ બેંક સાથે કર્યો છે. યસ બેંકને 1200 કરોડ રૂપિયામાં રિલાયન્સ સેન્ટર વેચી દેવામાં આવ્યું છે. જો કે આમ જોવા જઇએ તો આનાથી અનિલ અંબાણીને કોઇ ફાયદો થવાનો નથી કારણકે 1200 કરોડ રૂપિયાની રકમ  અનિલ અંબાણીના યસ બેંકના દેવામાં જ જમા કરી દેવામાં આવશે.

જયારે અનિલ અંબાણીનો સિતારો ચમકતો હતો ત્યારે તેમની કંપનીઓના ભાવ શેરબજારમાં ઉંચા ચાલતા હતા, પણ તે પછી તેમનું દેવું વધી જવાને કારણે બધી કંપનીઓના શેરોના ભાવ તળિયે આવી ગયા હતા. અનિલ અંબાણીની કંપનીમાં હજારો રોકાણકારોનું રોકાણ હજું ફસાયેલું જ છે કારણ કે તેમણે કરેલા રોકાણના ભાવ તેમને મળ્યા નથી.

પણ જેમણે ઘટેલાં ભાવોમાં અનિલ અંબાણીની કંપનીમાં રોકાણ કર્યું છે તેમને હમણાં વધેલાં ભાવથી થોડો ફાયદો થયો છે. ઘણાં બધા નાના રોકાણકારો અનિલ અંબાણીની કંપનીના શેરો વધે તેની રાહ જોઇને બેઠા છે. પરંતુ અનિલ અંબાણીએ લાંબી મજલ કાપવાની છે કારણકે તેનું દેવું અબજો રૂપિયામાં છે એટલે વેતરણી પાર કરવામાં તેમને ખાસ્સો સમય જશે. જો કે જેમણે ઉંચા ભાવે રોકાણ કરેલું છે તેમને એ ભાવ પાછો મળશે કે નહીં તે કહેવું અઘરૂ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp