RBIના એક્શનથી Paytm શેર 20 ટકા તૂટ્યો, શું થશે આ કંપનીના ગ્રાહકોનું

PC: moneycontrol.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ Paytmની પેટીએમ પેમેન્ટસ બેંક સામે બેકીંગ રેગ્યુલેશન એક્ટ 1949ના સેક્શન 35-A મુજબ મોટું પગલું લીધું છે. પેટીએમ પેમેન્ટસ બેંક પર તાત્કાલિક અસરથી RBIએ નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મુકી દીધો છે. 31 જાન્યુઆરીએ RBIએ આદેશ જારી કર્યો છે.

આ ઉપરાંત 29 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટસ બેંક ગ્રાહકોના ખાતામાં રકમ ઉમેરવાનું બંધ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.આ આદેશ પછી પેટીએમ પેમેન્ટ બેંકની સેવા બંધ થઇ જશે.

RBIએ કહ્યું છે કે, હાલના Paytmના ગ્રાહકો પોતાની ઉપલબ્ધ બેલેન્સને ઉપાડી શકશે, ઉપરાંત ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલીટી કાર્ડ માટે ઉપયોગ પણ કરી શકશે.

RBIના આદેશ પછી ગુરુવારે Paytmના શેરમાં ભારે ગાબડું પડી ગયું હતું, શેરના ભાવમાં 20 ટકાની નીચલી સર્કિટ લાગી ગઇ હતી અને 609 પર ભાવ અટકી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp