શેરમાર્કેટમાં ધ્યાનથી લગાવજો પૈસા, ગૌતમ શાહના મતે જાણો ટૂંક સમયમાં શું થઇ શકે છે

PC: goldilocksresearch.com

ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થવાનું છે  એ પહેલાં શેરબજારની ચાલ કેવી રહેશે એ બાબતે ગોલ્ડીલોકસ પ્રિમિયમ રિસર્ચના ફાઉન્ડર ગૌતમ શાહનું કહેવું છે કે બજારમાં તેજીનો ટ્રેન્ડ તો રહેશે, બજારમાં મોમેંટમ મજબૂત નજરે પડી રહ્યા છે, પરંતુ બજારમાં અત્યાર સુધીમાં સારી એવી તેજી આવી ચુકી છે. તમામ વિપરિત સંજોગો હોવા છતા 2020માં શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી.

ગૌતમ શાહે કહ્યું હતુ કે લોકોને એવું લાગે છે કે 2020માં જે તેજી જોવા મળી હતી તે હજુ ચાલું જ રહેશે, તો એવા લોકોને મારી સલાહ છે કે બજારમાં હવે સતર્ક થઇ જજો, બજાર ઓવરબોટ થઇ ગયું હોય એવું લાગે છે. સામાન્ય ભાષામાં સમજીએ તો બજારમાં ખરીદી વધારે થઇ ગઇ છે. બે- ત્રણ સપ્તાહમાં કરેકશન આવી શકે, મતલબ કે બજાર નીચું જઇ શકે. ગૌતમ શાહનું માનવું છે કે 2021માં સોના-ચાદીના ભાવમાં જબરી તેજી જોવા મળશે.

ગૌતમ શાહે કહ્યું હતુ કે નિફટીના 14040 લેવલ મહત્ત્વનું સપોર્ટ લેવલ છે, જો આ લેવલ પાર નહીં કરી શકે તો બજાર નીચે જઇ શકે. અત્યારે સારી ગુણવત્તા વાળી લાર્જ કેપ કંપનીના શેરો પર ફોકસ કરવું જોઇએ. તેમણે કહ્યુ કે નિફટીનો મિડીયમ ટર્મ ટાર્ગેટ 15500 છે. એને ધ્યાનમાં રાખીને આઇટી અને એફએમસીજી શેરોમાં ધ્યાન આપવું જોઇએ. એ પછી મિડ કેપ શેરોમાં જોરદાર તેજીની સંભાવના છે.

શાહનું કહેવું છે કે 2021નું વર્ષ એફએમસીજી સેકટરનું રહેશે. એફએમસીજી ઇંન્ડેકસમાં 20 ટકાનો ગ્રોથ જોવા મળશે. આ સેકટરમાં આઇટીસીમાં  રોકાણ કરવું સલાહ ભરેલું છે. આઇટીસીમો ભાવ 300 રૂપિયા સુધી પહોંચી શકે છે. આઇટીસી ઉપરાંત ડાબર, મેરિકો, કોલગેટ, એચયુએલ પણ ધ્યાનમાં રાખી શકાય.

 શાહનું કહેવું છે કે 2021માં ઓટો શેરોમાં પણ ખાસ્સી તેજી જોવા મળશે. સાથે ઓટો એન્સિલરી શેરોને પણ ફાયદો થશે. મારૂતિ, બજાજ ઓટો જેવા શેરોમાં મોટી તેજીની સંભાવના છે. કેમિકલ શેરોમાં પણ મજબુતાઇ જોવા મળશે. મેટલ શેરોમાં ખાસ્સી તેજી જોવા મળી ચુકી છે એટલે મેટલના શેરો વેચીને એફએમસીજી, આઇટી અને ઓટો કંપનીઓના શેરો ખરીદવા જોઇએ.

 પીએસયુ શેરોમાં એમએસટીસી, બીપીસીએલ, એચપીસીએલ શાહના પસંદગીના શેરો છે.ગૌતમ શાહે કહ્યું હતુ કે 2021માં સોના-ચાંદીના ભાવમાં ભરપુર તેજી જોવા મળશે. અમારી વાચકો અને રોકાણકારોને નમ્ર વિનંતી છે કે માહિતી આપવાના આશયથી આ ન્યૂઝ લખાયા છે. રોકાણ કરતી વખતે તમારા સલાહકારને પુછીને જ આગળ વધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp