અંબાણીને પાછળ છોડી અદાણી એશિયાના ધનિકોમાં નંબર વન, 24 કલાકમાં આટલી સંપત્તિ વધી

PC: zeebiz.com

દુનિયાના ટોપ ધનપતિઓની શનિવારે યાદી જાહેર થઇ તેમાં ભારતના અબજોપતિઓનું પણ લિસ્ટ જાહેર થયું, જેમાં એક મોટો બદલાવ સામે આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેસ અંબાણીને પાછળ છોડીને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક બની ગયા છે. મુકેશ અંબાણી બીજા સ્થાને સરકી ગયા છે.

બ્લુમબર્ગ બિલિયોનર્સ લિસ્ટ જાહેર થયું છે, જેમાં ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી ધનિકોમાં પહેલા નંબરે પહોંચી ગયા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળેલા ઉછાળાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ઉછાળો આવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં જ અદાણીની સંપત્તિ 45,000 કરોડ રૂપિયા વધી ગઇ છે. ગૌતમ અદાણીની નેટવર્થ 111 અબજ ડોલર પર પહોંચી છે અને તેઓ દુનિયાના ધનપતિઓની યાદીમાં 11મા નંબર પર આવી ગયા છે. મુકેશ અંબાણીની નેટવર્થ 109 અબજ ડોલર થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp