હિંડનબર્ગ રિપોર્ટ પછી ગૌતમ અદાણીની કંપની ઉંચી ઉડાન ભરી રહી છે

PC: twitter.com/gautam_adani

અદાણી ગ્રુપ ફરી એકવાર ઉંચી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું છે. ગ્રુપે જે પ્રમાણે વિસ્તરણનું આયોજન કર્યું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે હવે અદાણી ગ્રુપ સંપર્ણપણે હિંડનબર્ગની અસરોમાંથી બહાર આવી ગયું છે.

ગૌતમ અદાણીએ 26 માર્ચે ગોપાલપુર પોર્ટનો 95 ટકા હિસ્સો 3350 કરોડ રૂપિયામાં હસ્તગત કર્યો છે. એ પછી અદાણીના નિયંત્રણ હેઠળના પોર્ટની સંખ્યા હવે 15 થઇ ગઇ છે. ભારતમાં કોઇ કંપની પાસે આટલા બધા પોર્ટ હોય તેવું અદાણી ગ્રુપ પહેલું છે.

28 માર્ચે અદાણી ગ્રુપે ગુજરાતના મુંદ્રામાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા કોપર ઉત્પાદન પ્લાન્ટના પ્રથમ તબક્કાની જાહેરાત કરી હતી. 1.2 બિલિયન ડોલરના આ પ્લાન્ટે ભારતને અગ્રણી દેશોની હરોળમાં લાવી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp