
હેરંબા ઇન્ડસ્ટ્રીઝનો IPO મંગળવારથી ખુલી રહ્યો છે. કંપની આ ઇશ્યૂ દ્રારા 625 કરોડ રૂપિયા ભેગા કરશે. આ ઇશ્યૂમાં કંપનીના પ્રમોટર અને શેરહોલ્ડર મોટાભાગના તેમના શેર વેચશે.કંપની તેની વર્કીગ કેપિટલની જરૂરિયાતોને પુરી કરવા માટે ઇશ્યૂની રકમનો ઉપયોગ કરશે. આ શેર વિશેની 10 વાત જે તમારે જાણવી જોઇએ. જેને કારણે તમે નકીક કરી શકો કે ઇશ્યૂમાં રોકાણ કરવું જોઇએ કે નહી.
1 હેરંબાનો IPO 23 ફેબ્રુઆરીને મંગળવારથી ખુલી રહ્યો છે અને 25 ફેબ્રુઆરી ગુરુવારે બંધ થશે.
2 કંપનીએ 626થી 627 રૂપિયાનો પ્રાઇસ બેંડ રાખ્યો છે.
3 કંપનીએ 23 શેરનો એક લોટ રાખ્યો છે. મતલબ કે તમારે ઓછામાં 23 શેર માટે બીડ ભરવી પડશે. જે રોકાણકાર વધારે શેરોની માટે બીડ ભરવા માંગતા હોય તેમણે 23 શેરના ગુણાંકમાં રકમ ભરવી પડશે. રિટેલ ઇન્વેસ્ટર વધારેમાં વધારે 13 લોટની અરજી કરી શકશે.
4 રિટેલ ઇન્વેસ્ટર માટે 35 ટકા હિસ્સો આરક્ષિત કરાયો છે જયારે કયૂઆઇબી માટે 50 ટકા અને એનઆઇઇ માટે 15 ટકા હિસ્સો આરક્ષિત કરવામાં આવ્યો છે.
5 કંપનીએ પોતાના કર્મચારીઓ માટે કોટા રિર્ઝવ રાખ્યો નથી
6 કંપનીનો શેર 5 માર્ચ સુધીમાં શેરબજારમાં લિસ્ટીંગ થઇ જશે
7 હેરંબા ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ ખેતરના પાકની સુરક્ષા માટે કેમિકલ બનાવવાનો છે. કંપની તેની નિકાસ અને માર્કેટીંગ કરે છે. કંપનીની મુખ્ય ઓફીસ ગુજરાતના વાપીમાં આવેલી છ અને કોર્પોરેટ અને એડમિનીસ્ટ્રેટીવ ઓફીસ મુંબઇમાં છે.
8 હેરંબાની પ્રતિર્સ્પધી કંપનીઓમાં જોઇએ તો રેલીઝ ઇન્ડિયા, સુમિટોમો કેમિકલ, ભારત રસાયણ અને પંજાબ કેમિકલ જેવી કંપનીઓ છે.
9 અત્યાર સુધીમાં સસ્થાગત રોકાણકારોએ ઇશ્યૂની સમીક્ષા કરી નથી, પરંતુ કેટલાંક સ્વતંત્ર વિશ્લેષકોનું માનવું છે કે લાંબા ગાળા માટે આ શેરમાં રોકાણ કરી શકાય તેમ છે.
10 કંપનીના લીડિંગ બુક મેનેજર તરીકે એમ કે ગ્લોબલ અને બાટલીવાલા એન્ડ કરાની સિકયોરિટીઝ છે.
આમ જોવા જઇએ તો કોરોના વાયરસ મહામારીના સમયે દેશમાં લોકડાઉનના સમયગાળામાં આવેલા અનેક IPOમાં રોકાણકારોને મબલખ વળતર મળ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં પણ મૂડીબજારમાં આવેલા ઇશ્યૂઓએ રોકાણકારોને કમાણી કરાવી આપી છે. જો કે રોકાણકારોએ હેડંબા ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરતા પહેલાં એકસપર્ટની સલાહ મેળવીને જ રોકાણ કરવાની અમારી વિનંતી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp