26th January selfie contest
BazarBit

જિયોમાં વધુ રૂ.4546 કરોડનું રોકાણ, મુકેશભાઇ 1 લાખ કરોડથી વધુનું રોકાણ લઇ આવ્યા

PC: financialexpress.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો પ્લેટફોર્મ્સ)એ આજે જાહેરાત કરી હતી કે, ગ્લોબલ ઑલ્ટરનેટિવ એસેટ કંપની TPG જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 4,546.80 કરોડનું રોકાણ કરશે. જિયોનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. 5.16 લાખ કરોડ છે. આ રોકાણ સાથે TPGનો હિસ્સો જિયોમાં 0.93 ટકા મેળવશે. આ રીતે જિયોને આઠમો રોકાણકાર મળ્યો છે. 22 એપ્રિલ, 2020થી અત્યાર સુધી રિલાયન્સ જિયોને કુલ રૂ. 1,02,432.45 કરોડનું રોકાણ મળ્યું છે, જેમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, ADAI અને TPG સામેલ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી તથા બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ધિનો લાભ મેળવી શકે.

TPG એ એક અગ્રણી ગ્લોબલ ઑલ્ટરનેટિવ એસેટ કંપની છે જેની સ્થાપના 1992માં 79 અબજ કરતા વધુ સંપત્તિની ખાનગી ઇક્વિટી, ગ્રોથ ઇક્વિટી, રિઅલ એસ્ટેટ અને જાહેર ઇક્વિટી સહિતના એસેટની વિશાળ શ્રેણી હેઠળ થઇ છે. TPGના 25 વર્ષથી વધુના ઇતિહાસમાં, કંપનીએ કેટલાયે પોર્ટફોલિયો કંપનીઓ અને વિશ્વવ્યાપી વ્યાવસાયિકો, અધિકારીઓ અને સલાહકારોનું મૂલ્ય વર્ધિત નેટવર્ક ધરાવતી ઇકોસિસ્ટમ બનાવી છે. ગ્લોબલ ટેક્નોલોજી કંપનીઓમાં તેના રોકાણ અંતર્ગત Airbnb, ઉબેર અને સ્પોટિફાઇ સહિત અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આજે, ડિજિટલ ઇકોસિસ્ટમના નિર્માણ દ્વારા ભારતને ડિજિટલ લીડરશિપ તરફ અગ્રેસર કરવાના અને સર્વસમાવેશક વૃદ્ધિલક્ષી તકોનું સર્જન કરવાના અભિયાનમાં મૂલ્યવાન રોકાણકાર તરીકે TPGને આવકારતા હું ખુશ છું. આપણે જે સમાજમાં રહીએ છીએ તેને બહેતર બનાવતાં કરોડો ગ્રાહકો અને નાના વ્યવસાયોને સેવા આપતા ગ્લોબલ ટેક્નોલોજી વ્યવસાયોમાં રોકાણ કરવાના TPGના ટ્રેક રેકોર્ડથી અમે પ્રભાવિત થયાં છીએ.

TPGના Co-CEO જિમ કlલ્ટરે કહ્યું હતું કે, અમે રિલાયન્સ સાથે પાર્ટનર તરીકે જોડાઈને Jioમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છીએ. 25થી વધુ વર્ષો સુધી વિકાસ, પરિવર્તન અને નવીનતાના રોકાણકાર તરીકે - અને ભારતમાં લાંબા સમયથી હાજરી સાથે - અમે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને આગળ વધારવા જિઓની યાત્રામાં પ્રારંભિક ભૂમિકા નિભાવવા માટે ઉત્સાહિત છીએ. જિઓ ઉદ્યોગ પ્રણેતા છે જે ભારતભરના નાના ઉદ્યોગો અને ગ્રાહકોને તેમને મહત્વપૂર્ણ, ઉચ્ચ-ગુણવત્તાની ડિજિટલ સેવાઓ પ્રદાન કરીને સશક્તિકરણ પૂરું પાડી રહ્યું છે. કંપની બજારમાં અપ્રતિમ સંભવિત અને અમલ ક્ષમતાને લાવી રહી છે, જે રોકાણ માટે આવનારી તમામ ટેક્નોલોજી કંપનીઓ માટે એક ચોક્કસ માપદંડ સુયોજિત કરે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp