Ciplaના શેરમાં શા માટે રોકાણ કરવા માટેની સલાહ આપી રહ્યા છે નિષ્ણાતો? આ છે કારણ

PC: moneycontrol.com

ડોમેસ્ટિક ફાર્મા કંપની Ciplaએ વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં સારા એવા પરિણામ મેળવ્યા છે. જેની નોંધ દરેક નાના મોટા નિષ્ણાંતો લઈ રહ્યા છે. કંપનીની રેવન્યૂમાં પણ વાર્ષિક સ્તરે 15 ટકાનો અને એડજસ્ટેટ પ્રોફિટમાં 41 ટકાનો સીધો વધારો થયો છે. જ્યારે ટોપ 100 ડોમેસ્ટિક બ્રાંડની વાત કરવામાં આવે ત્યારે Cipla કંપનીની આઠ મેડિસિન બ્રાંડ સામિલ છે.

જ્યારે ટોપ 300માં કંપનીની 22 બ્રાંડ સામિલ છે. દમદાર પાવર બ્રાંડને કારણે કંપનીને સરેરાશ સારા પરિણામ મળ્યા છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં Ciplaના ઘણા સારા પરિણામો મળી શકે એમ છે. જ્યારે બીજા ત્રિમાસિક ગાળામાં કોરોના સાથે જોડાયેલા સેગમેન્ટે સારૂ પરિણામ આપ્યું હતું. જ્યારે અન્ય બીમારીઓને કારણે દર્દીઓ હોસ્પિટલથી દૂર રહેતા અન્ય સેગમેન્ટને મોટું નુકસાન પણ થયું છો. જોકે, ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઘણી બધી વસ્તુઓ સામાન્ય થઈ ગઈ છે. અન્ય બીમારીઓના ઈલાજ માટે દર્દીઓ સારવાર માટે હોસ્ટિલમાં આવી રહ્યા છે. ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન બિઝનેસમાં રોગના સેગમેન્ટનો ભાગ 55 ટકા રહ્યો છે. સ્થિતિ સામાન્ય બનતા કંપનનીને મદદ મળવી જોઈએ. કંપનીના મેનેજમેન્ટ અનુસાર ડોમેસ્ટિક બિઝનેસને એક જ બેનર તળે લાવવાની મોટી યોજના છે. જે અંતર્ગત તાલમેલ શ્રેષ્ઠ રહેશે. જેના કારણે ગ્રોથ અને માર્જિનમાં વધારો થઈ શકે છે. જીરેવલિમિડ માટે પેટન્ટ સંબંધી મુદ્દો ઉકેલાતા Ciplaનો અમેરિકાનો બિઝનેસ પણ સુધરી ગયો છે. કંપની માર્ચ 2022 બાદ વોલ્યુમની બંદીઓ સાથએ જીરેવલિમિડની વેચાવલી કરી શકશે. જાન્યુઆરી 2026 બાદ આ વેચાવલી વોલ્યુમની બંદી વગર પણ થઈ શકશે.

જીરેવલિમિડનુ માર્કેટ કદ 7.6 અબજ ડૉલર છે આ સેટલમેન્ટથી કંપનીના અમેરિકી માર્કેટમાં 2022-23થી એક મોટો વધારો થઈ કે છે. કંપની મેનેજમેન્ટ અમેરિકી દવા નિયામક યુએસએફડીએ સાથે ગોવાના પ્લાન્ટનો મુદ્દો પણ ઉકેલી શકે છે. આ દિશામાં કોઈ સારી ખબરથી શેરમાં તેજી જોવા મળી શકે છે. જેના કારણે નિષ્ણાંતો Ciplaમાં રોકાણ કરવા માટે સલાહ આપે છે. અન્ય ભૌગોલિક ક્ષેત્રમાં પણ કંપની સારૂ એવું કામ કરી રહી છે. ગત વર્ષે Cipla કંપનીનો આશરે 3400 કરોડ રૂપિયાનો ફ્રી કેશ ફ્લો નોંધાયો હતો. આવનારા વર્ષોમાં આ આંકડામાં વધારો થાય એવા પણ એંધાણ છે. ગ્રોથ રેટમાં વધારો અને વ્યયમાં ઘટાડો આ પાછળનું કારણ રહ્યું છે. તેમ છતાં અન્ય ફાર્મા કંપનીની તુલનામાં Ciplaનું વેલ્યુંએશન સારૂ રહ્યું છે. 40માંથી 35 નિષ્ણાંતો આ શેરમાં ખરીદી કરવા માટે સલાહ આપી રહ્યા છે. જ્યારે પાંચ ટકા રોકાણકારો કહે છે કે, હાલમાં હોલ્ડ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp