SBI કાર્ડમાં 9 મહિનામાં રોકાણકારોને મળ્યું ભારે વળતર, શું હજુ આ શેરમાં કસ છે?

PC: moneycontrol.com

SBI કાર્ડનો શેર સ્ટોક એકસચેન્જમાં લિસ્ટીંગ થયો ત્યારથી અત્યાર સુધીમાં રોકાણકારોને  જંગી રિટર્ન મળી ચુકયું છે, શું હજુ પણ આ શેરનો ભાવ ઉપર જવાનો ચાન્સ છે? જાણકારો શું આ શેર બાબતે શું કહે છે તે જાણો.

SBI કાર્ડનો શેર જયારે શેરબજારમાં લિસ્ટીંગ થયો ત્યારે 661 રૂપિયાનો ભાવ હતો. 16 માર્ચ 2020થી અત્યાર સુધીમાં આ શેરનો ભાવ 62.93 ટકા જેટલો વધી ગયો છે. વર્ષ 2021ની શરૂઆતથી અત્યાર સુધીની વાત કરીએ તો બે મહિનામાં 27 ટટા જેટલી વૃધ્ધિ જોવા મળી છે.

SBI કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.01 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે જે તેની પેરન્ટ કંપની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કુલ બજાર મૂલ્યથી લગભગ 27 ટકા જેટલું છે. સ્ટેટ બેંક ઓઇ ઇન્ડિયાનું બજાર મૂલ્ય લગભગ 3.7 લાખ કરોડ રૂપિયા જેટલું છે.

SBI કાર્ડનો શેર સેન્સેકસ પર 37માં સ્થાને છે અને આ શેરે ટાટા મોટર્સ, શ્રીસીમેન્ટ અને જેએસડબ્લયૂ સ્ટીલ જેવી કંપનીઓના શેરોને પાછળ છોડી દીધા છે.

SBI કાર્ડનો શેર લિસ્ટીંગ થયો ત્યારે 6601-661ની આજુબાજુ હતો, જે 22 મે 2020માં 495ના નીચલા સ્તર સુધી પહોંચી ગયો હતો. જયારે અન્ય કંપનીઓના આઇપીઓના શેર બજારમાં ઉંચા ભાવે રમી રહ્યા હતા ત્યારે SBI કાર્ડના શેરનો ભાવ પછડાટ ખાઇ રહ્યો હતો. તે વખતે રોકાણકારોમાં ચિંતા પેઠી હતી કે આ શેરમાં રોકાણ કરીને કઇ ફસાઇ તો નથી ગયા ને? પણ રોકાણકારોની ચિંતા ક્ષણ જીવી નિકળી અને SBI કાર્ડના શેરનો ભાવ ફરી સડસડાટ ઉપર ગયો અને ગુરુવારે જયારે શેરબજાર બંધ રહ્યું ત્યારે શેરનો ભાવ 1076.95 પર બંધ રહ્યો હતો.

જાણકારોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના જે પ્રયાસ કર્યા અને કોવિડ-19ના સમયગાળામાં કાર્ડનો ઉપયોગ વધ્યો જેનો લાભ SBI કાર્ડને મળ્યો. હજુ પણ ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં ગ્રોથની મોટી સંભાવનાને જોતા આ શેરમાં રોકાણ જાળવી રાખવું અથવા નવું રોકાણ કરવું એક સારો વિકલ્પ હોવાનું શેરબજારના નિષ્ણાતો માની રહ્યા છે.

મોટાભાગના બજાર વિશ્લેષકોનું માનવું છે કે આવનારા સમયમાં SBI કાર્ડના ક્રેડિટ કાર્ડનો બિઝનેસ તેજીમાં રહેશે.SBI કાર્ડ દેશની એક માત્ર લિસ્ટેડ ક્રેડીટ કાર્ડ કંપની છે. કોરોના કાળ હોવા છતા ઓકટોબર-ડિસેમ્બર 2020ના ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂપિયા 2540 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી, જે 2019ના આ જ ત્રિમાસિક ગાળામાં 2563 કરોડ રૂપિયા હતી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp