રાકેશ ઝુનઝુનવાલા આ 3 કારણોથી વેચે છે કોઈ શેર, જાણો હાલ કયા-કયા શેર છે તેમની પાસે

PC: financialexpress.com

શેર માર્કેટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા હંમેશાં કેવા બજારને લઈને આટલા બુલિશ રહે છે. કઈ રીતે તેમની પાસે રહેલા શેરોએ તેમને એક દિવસમાં 1100 કરોડ રૂપિયા કરતા વધુની કમાણી કરાવી દીધી અને હાલ તેમની પાસે કઈ-કઈ કંપનીઓના શેર છે. આ બધા સવાલોના તો તમે પણ જવાબ જાણવા માગતા જ હશો. તો આજે આપણે આ અંગે જ વાત કરવાની છે. હાલમાં રાકેશ ઝુનઝુનવાલા પાસે રહેલા શેરોએ તેમને 1100 કરોડ રૂપિયા કરતા વધુની કમાણી કરાવી છે. તેમની પાસે Tata Groupની બે કંપનીઓ Tata Motors અને Titanના શેર હતા. ગત અઠવાડિયે આ બંનેના શેરે જબરદસ્ત ઉંચાઈ મેળવી અને તેમના શેર દ્વારા રાકેશ ઝુનઝુનવાલાએ એક દિવસમાં જ 1125 કરોડ રૂપિયાની કમાણી કરી. ટાઈટન, ટાટા ગ્રુપની બીજી એવી કંપની છે, જેનો માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યો છે.

રાકેશ ઝુનઝુનવાલા પોતાના પોર્ટફોલિયો માટે શેરની પસંદગી કઈ રીતે કરે છે, તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ હંમેશાં કોઈ શેરની પસંદગી કરતા પહેલા તેની સાથે સંકળાયેલા જોખમો અને તેના પર મળનારા લાભના રેશિયોને જુએ છે. તેમણે કહ્યું કે, જ્યારે તમે શેર બજારમાં રોકાણ કરવાનું રિસ્ક લો છો, ત્યારે તેના માટે સાવચેત રહેવુ જોઈએ કારણ કે જ્યાં રિસ્ક છે, ત્યાં અવસર પણ છે. તેમણે કહ્યું કે, ચીનમાં પણ પરિસ્થિતિ હાલ સમાન છે ત્યાં સંકટ છે, તો અવસર પણ છે.

કઈ કંપનીના શેર ક્યારે વેચવાના છે, તેની પસંદગી રાકેશ ઝુનઝુનવાલા ત્રણ કારણોથી કરે છે. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ શેર પર કમાણીનું સ્તર સૌથી વધુ ઉંચાઈ પર પહોંચી જાય છે અથવા તે શેરની કિંમત અને કમાણીનો રેશિયો પોતાના ચરમ પર હોય છે અથવા તેમને તે શેર કરતા અન્ય સારો નિવેશ વિકલ્પ મળી જાય, તો તેઓ તે શેર વેચી દે છે. નહીં તો તેઓ જલ્દી શેર નથી વેચતા. રાકેશ ઝુનઝુનવાલાએ હાલમાં સૌથી મોટી ખરીદી સરકારી કેનરા બેંકમાં કરી છે. તેમણે આ બેંકના 29097400 શેર ખરીદ્યા છે, જે બેંકની 1.6% હિસ્સેદારી જેટલા છે. અન્ય મોટા નિવેશકોની જેમ રાકેશ ઝુનઝુનવાલા પણ સરકારી બેંકોને લઈને ખૂબ જ બુલિશ છે.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો પર નજર કરીએ તો કેનરા બેંકમાં નવા નિવેશ અને ટાટા સાથે સંકળાયેલા શેરો ઉપરાંત તેમના પોર્ટફોલિયોમાં Aptech Limited, NCC Limited, Mandhana Retail Ventures, Nazara Technologies, Ralis India, Agro Tech Foods Limited અને Va Tech Wabag Limited જેવી કંપનીઓના શેર છે. શેરબજારમાં નિવેશ કરનારાઓ માટે રાકેશ ઝુનઝુનવાલાનું કહેવુ છે કે, બજારમાં કાલે શું થશે, તેનો અંદાજો કોઈ લગાવી ના શકે. પરંતુ એક વાત ધ્યાન રાખવી કે, સારા શેરોમાં નિવેશ કરો અને ધીરજ રાખો. તેમણે વોરન બફેટની એક વાત યાદ અપાવી કે, શેર બજાર અધીરાઓ પાસેથી પૈસા લઈને ધૈર્યવાનને આપવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp