KPI Global Infrastructure Limitedનો IPO આ તારીખે ખુલશે

PC: blogspot.com

સૌર ઊર્જા ઉત્પાદક કંપની KPI Global Infrastructure Limitedએ “સોલારિઝમ” બ્રાન્ડ નેમ હેઠળ BSEના SME પ્લેટફોર્મ પર ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લોન્ચ કરશે, જે 8 જાન્યુઆરી, 2019ના રોજ ખૂલશે અને 11 જાન્યુઆરી, 2019ના રોજ બંધ થશે. IPOની ફિક્સ્ડ કિંમત રૂ. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા કંપનીના ઇક્વિટી શેરદીઠ રૂ. 80 છે,

KPI Global Infrastructure Limited સૌર ઊર્જા ઉત્પાદક કંપની છે, જે સૌર ઊર્જા ઉત્પન્ન કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની ‘સોલારિઝમ’ બ્રાન્ડ નેમ હેઠળ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર (IPP) અને કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર (CPP) એમ બંને પ્રકારના ગ્રાહકોને સર્વિસ પ્રોવાઇડર તરીકે સેવા આપે છે. KPIએ IPP તરીકે પોતાની માલિકીના, કાર્યરત થતા અને જાળવવામાં આવતા ગ્રિડ કનેક્ટેડ સોલર પાવર પ્રોજેક્ટ ઊભા કર્યા છે તથા એના સૌર પ્રોજેક્ટ્સ મારફતે પેદા થતા વીજ એકમોનું વેચાણ કરવા ત્રીજા પક્ષો સાથે વીજ ખરીદી સમજૂતી (PPA) કરીને આવક પેદા કરી છે. અત્યારે IPP સેગમેન્ટ હેઠળ KPI 15 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. આ વીજળીના વેચાણ માટે કંપનીએ L&T, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ જેવાં પ્રતિષ્ઠિત ગ્રાહકો સાથે PPA કર્યા છે. અત્યારે કંપનીના PPAનો દર યુનિટદીઠ આશરે રૂ. 6.58 છે, જે ડિસ્કોમના વીજદરોની યુનિટદીઠ કિંમત કરતા સરેરાશ આશરે 7 ટકા ડિસ્કાઉન્ટ કિંમત ધરાવે છે. કંપનીએ CPP ગ્રાહકો માટે ગ્રિડ કનેક્રેડ સૌર ઊર્જા પ્રોજેક્ટ વિકસાવે છે, હસ્તાંતરિત કરે છે, કાર્યરત કરે છે અને જાળવે છે તેમજ પોતાના અંગત ઉપયોગની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે CPP ગ્રાહકોને આ પ્રોજેક્ટનું વેચાણ કરીને આવક પેદા કરે છે.

આ બંને વ્યવસાયો IPP અને CPP અત્યારે અમોદ, ભરુચ, ગુજરાત (સોલારિઝમ પ્લાન્ટ)માં હાથ ધરવામાં આવે છે. KPI Global Infrastructure Limitedએ સોલારિઝમ પ્લાન્ટમાં ઉત્પાદિત સૌર ઊર્જાને અમોદ, ભરુચ, ગુજરાત (આમોદ સબસ્ટેશન)માં સ્થિત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (ગેટકો) સબસ્ટેશનમાં પ્રવાહિત કરવા 13.25 કિલોમીટર લંબાઈ ધરાવતી 66 KVની ટ્રાન્સમિશન લાઇન સ્થાપિત કરી છે. કંપનીએ સોલારિઝમ પ્લાન્ટમાં 25 મેગાવોટ માટે સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરીને એની સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp