ગત સપ્તાહે બજારમાં 5%થી વધુનો કડાકો, આવતું સપ્તાહ કેવું રહી શકે છે બજાર માટે?

PC: businesstoday.in

17મી જૂનના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં સતત બીજા સપ્તાહમાં પણ ભારતીય બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આખા વિશ્વમાં વધતી મોઘવારીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. સપ્તાહની શરૂઆત જ નબળી થઇ હતી. પણ બજાર થોડા દિવસો દરમિયાન એક જ દાયરામાં ફરતું જોવા મળ્યું હતું. જોકે, ગુરુવારે FOMCની મીટિંગમાં આવેલા નિર્ણય બાદ બજારમાં એકા એક દબાણ વધી ગયુ હતું. પણ આખરે બજારની સમાપ્તિ ભારે ઉતર-ચડ બાદ લાલ નિશાનમાં જ બંધ આવ્યું હતું.

ગત સપ્તાહમાં સેન્સેક્સ 2943.20 પોઇન્ટ્સ એટલે કે, 5.41 ટકા તૂટ્યું હતું અને 51360.42 પર બંધ આવ્યું હતું. નિફ્ટી 908.3 પોઇન્ટ્સ એટલે કે, 5.6 ટકા તૂટ્યું હતું અને 15293 પર બંધ આવ્યું હતું. લાર્જ કેપની જેમ જ મિડ કેપ અને સ્મોલ કેપ પણ દબાણ હેઠળ જ રહ્યા હતા. BSEનો સ્મોલ કેપ ઇન્ડેક્સ 6.6 ટકાની નબળાઇ સાથે બંધ આવ્યો હતો. જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 5 ટકાની નબળાઇ સાથે બંધ આવ્યો હતો.

બજારના નિષ્ણાંતોનું કહેવું છે કે, ટ્રેડરો માટે 15400નું સ્તર હવે ટ્રેન્ડ ડિસાઇડરનું કામ કરશે. જો ઉપરની તરફ આ લેવલ તૂટે છે તો નિફ્ટી 15600-15700 તરફ જતું જોવા મળશે. જો નીચેની તરફ 15200ના લેવલ તરફ જોવા મળી શકે છે. નબળાઇ વધવાથી 15000નું સ્તર પણ જોવા મળી શકે છે. બેન્કીંગ સેક્ટર પર નજર નાખીએ તો એક લાંબા સમય બાદ બૈંક નિફ્ટી વીકલી ચાર્ટ પર 35000ના પોતાના મહત્વના સપોર્ટ નીચે બંધ આવ્યું છે. તેનાથી હજુ પણ વધુ નબળાઇની સંભાવના નજરે પડી રહી છે. નિફ્ટી હવે 32000-31500ની તરફ જતું જોવા મળી શકે છે.

એક અન્ય બજાર નિષ્ણાંતે કહ્યું છે કે, કોઇ મોટા ઘરેલુ ટ્રિગરના અભાવમાં બજાર હવે ગ્લોબલ સંકેતોના આધાર પર પોતાની ચાલ નક્કી કરશે. આગળ યુએસ ફેડના ચેરમેનની સ્પીચ અને વ્યાજ દરો પર ચીનના નિર્ણય પર બજારની નજર રહશે. ઘરેલુ બજાર પર કોવિડ કેસો અને ચોમાસાની પ્રગતિની પણ અસર દેખાશે. બજાર પર નિષ્ણાંતોની નેગેટિવ રેટિંગ કાયમ છે. દરેક ઉછાળા પર વેચવાલીની સલાહ રહેશે.

અન્ય એક બજાર નિષ્ણાંત અનુસાર, S&P 500 અને આપણું બેન્કીંગ ઇન્ડેક્સ ટેક્નીકલી જોવા જઇએ તો બેર માર્કેટ ઝોનમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આગળ પણ વેચવાલીનો ડર સતત બની રહેશે. હવે ડોલર ઇન્ડેક્સની ગતિ, કાચા તેલની કિંમતો, કોવિડની સ્થિતિ, અમુક એવા ટ્રિગર છે જે આગળ બજારની દિશા નક્કી કરશે. ટ્રેડરોને અમારી સલાહ રહેશે કે, આવનારા સપ્તાહમાં તેઓ બજાર પર નેગેટિવથી ન્યૂટ્રલનો દૃષ્ટિકોણ બનાવી રાખે. કોઇપણ ઉછાળા પર નીકળવાના મોકા શોધો. નિફ્ટી માટે 15200 પર એક સારો સપોર્ટ નજરે પડી રહ્યો છે અને 16200 પર એક મોટો રેઝિસ્ટન્સ નજરે પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp